કલકત્તાના દક્ષિણ વિસ્તારના ડોકામાં આવેલી જાણીતી સંસ્થા કલકત્તા IIMની બોય્ઝ હોસ્ટેલમાં એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ IIM સંસ્થામાં હડકંપ મચી ગયો છે. IIM કલકત્તાનું કહેવું છે કે પીડિતા આ સંસ્થાની વિદ્યાર્થીની નહોતી. તે પોતાની મિત્ર સાથે સંસ્થામાં રોકાઈ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પીડિતાને જોબ કાઉન્સેલિંગ સેસન માટે હોસ્પિટલ બોલાવવામાં આવી હતી. જ્યાં તેની સાથે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
પીડિતાએ આરોપ લગાવતા જણાવ્યું છે કે શુક્રવારેકેમ્પર્સમાં જ બોય્ઝ હોસ્ટેલના એક વિદ્યાર્થીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેણે મોડી સાંજે હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ આ ઘટના વિશે તપાસ કરી રહી છે. આ ઘટનાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જોબ કાઉન્સિંલીંગ માટેબોલાવી હતી, ડ્રીંક પિવડાવી બેભાન કરી દીધી
મળતી માહિતી પ્રમાણે આ ઘટના આઈઆઈએમ-કલકત્તામાં આવેલી બોય્ઝ હોસ્ટેલમાં બની હતી. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે તેને જોબ કાઉન્સિંગ સેશન માટે હોસ્ટેલ બોલાવવામાં આવી હતી. ત્યાં તેને પિઝ્ઝા અને કોલ્ડ્રીંક્સ સર્વ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણે ડ્રીંક પીધુ ત્યારે તેને એવું લાગ્યું કે તેમાં કંઈક નશીલો પદાર્થ મિક્સ કરવામાં આવ્યો છે. આ પછી તે બેભાન થઈ ગઈ હતી. હોશમાં આવ્યા બાદ તેને ખબર પડી કે તેની સાથે દુષ્કર્મ થયું છે.
પિડીતાને આપી ધમકી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ ધમકી આપી અને કહ્યું હતું કે ઘટના વિશે જો કોઈને જણાવ્યું તો તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. ત્યારબાદ પીડિતાએ તરત તેની મિત્રનો સંપર્ક કર્યો અને હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. આરોપી વિદ્યાર્થીની શુક્રવાર રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. હાલઆ ઘટના અંગેની તપાસ ચાલુ છે.