ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પોતાના બ્રિટિશ સમકક્ષ જોનાથન પોવેલનું 23 એપ્રિલે સ્વાગત કર્યું હતું. આ બેઠક વાર્ષિક ભારત-યુકે સ્ટ્રેટેજિક ડાયલોગના ભાગરૂપે યોજાઈ.



રક્ષા અને વ્યૂહાત્મક સહકારને નવી દિશા આપશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. તેમાં ભારત-યુકે સ્ટ્રેટેજિક ડાયલોગને આગળ વધારવા, રક્ષા અને સુરક્ષા સહકારને મજબૂત બનાવવા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા પડકારો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. આવી ઉચ્ચ સ્તરીય બેઠકો બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સહકાર વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આ પ્રકારના સંવાદો વધુ મહત્વના બની રહ્યા છે. ભારત અને યુકે વચ્ચેનો આ સંવાદ આવનારા સમયમાં રક્ષા અને વ્યૂહાત્મક સહકારને નવી દિશા આપશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

બંને દેશોએ લાંબા ગાળાનો રોડમૅપ પણ તૈયાર કર્યો

બંને દેશોએ “India-UK Vision 2035” હેઠળ લાંબા ગાળાનો રોડમૅપ પણ તૈયાર કર્યો છે, જે દ્વિપક્ષીય સંબંધોને પરંપરાગત ખરીદદાર-વિક્રેતા સંબંધોથી આગળ લઈ જઈ ઊંડા વ્યૂહાત્મક ભાગીદારી તરફ દોરી જશે. આ ભાગીદારીમાં એરોસ્પેસ, નેવલ પ્રોપલ્શન, અન્ડરવોટર સિસ્ટમ્સ અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ અદ્યતન સૈન્ય ટેક્નોલોજીના કો-ડિઝાઈન, કો-ડેવલપમેન્ટ અને સંયુક્ત ઉત્પાદન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે ભારતના ‘મેક ઈન ઈન્ડિયા’ અને આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મજબૂતી આપશે.

આ પણ વાંચો : Uttar Pradeshને મળશે સૌથી લાંબો એક્સપ્રેસ વે, 29 એપ્રિલે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન


  • Follow us on: