ન્યૂયોર્ક સ્થિત United Nations General Assemblyમાં ફરી એકવાર પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેના પર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો આંતરિક અને અભિન્ન ભાગ છે અને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવા માટે કરવો બંધ કરવો જોઈએ.


કાશ્મીરને લઈને પાકિસ્તાનના તમામ દાવા ખોટા છે

આ વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહમદે સુરક્ષા પરિષદની વાર્ષિક રિપોર્ટ પર ચર્ચા દરમિયાન કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે પાકિસ્તાનની ટિપ્પણીને “અનાવશ્યક” અને “ભ્રામક” ગણાવી હતી. ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું કે પાકિસ્તાને ફરી એકવાર યુએનના પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ પોતાના સંકુચિત રાજકીય હિતો માટે કર્યો છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે અને તેના વિરુદ્ધ કરવામાં આવતા તમામ દાવાઓ ઐતિહાસિક રીતે ખોટા છે.

પાકિસ્તાન ભ્રામક માહિતી ફેલાવી રહ્યું છે

ભારતે પાકિસ્તાનને યાદ અપાવ્યું કે તે હાલમાં યુએન સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય છે અને આ પદ સાથે મોટી જવાબદારી જોડાયેલી છે. ભારતે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન પોતાની સભ્યતાનો દુરુપયોગ કરીને ભ્રામક માહિતી ફેલાવી રહ્યું છે, જે વૈશ્વિક મંચોની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની માગ પણ દોહરાવી હતી. ભારત સહિત G4 દેશોનું માનવું છે કે પરિષદને વધુ પ્રતિનિધિત્વસભર બનાવવા માટે તેની સભ્ય સંખ્યા વધારવી જરૂરી છે, જેથી વૈશ્વિક સંતુલન વધુ સારું બને.

આ પણ વાંચો : Kanpur: ચાલુ ગાડીમાં રીલ બનાવવાના ચક્કરમાં સર્જાયો ભયાનક અકસ્માત, 1 યુવકનું મોત


  • Follow us on: