અમેરિકાના USTRના અધિકારી જેમિસન ગ્રીરે ભારત-અમેરિકા વેપાર સંબંધોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો 'અદ્ભુત' છે અને બંને દેશો સંબંધોને દરેક ક્ષેત્રમાં નવા સ્તરે લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.


અમેરિકા લાભદાયક આર્થિક ભાગીદારી માટે પ્રતિબદ્ધ

ગ્રીરે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ સતત મજબૂત બની રહ્યો છે અને આગામી સમયમાં તે વધુ ઊંચા સ્તરે પહોંચશે. તેમણે કહ્યું કે ભારત ટેક્નોલોજી અને ભવિષ્યના વેપાર ક્ષેત્રોમાં અમેરિકા સાથે સહકાર વધારવા ઈચ્છે છે, જે બંને દેશો માટે મોટા અવસર ઊભા કરશે. ગ્રીરે પોતાના ભારત પ્રવાસ દરમિયાન જણાવ્યું કે અમેરિકા એક સંતુલિત અને પરસ્પર લાભદાયક આર્થિક ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે, જે બંને દેશોમાં વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે.

ભારતનું કૃષિ અને ઉત્પાદન ક્ષેત્ર મજબૂત

તેમણે ઉલ્લેખ કર્યો કે ભારતનું કૃષિ અને ઉત્પાદન ક્ષેત્ર મજબૂત છે અને હવે દેશ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિત આધુનિક ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યો છે. બંને દેશો સપ્લાય ચેઈન મજબૂત બનાવવી, ડિજિટલ ટ્રેડ વધારવો અને વેપાર અવરોધો ઘટાડવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. ગ્રીરે જણાવ્યું કે તાજેતરના મહિનાઓમાં ટ્રેડ ડીલ અંગે નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને બંને દેશો એક તાત્કાલિક સમજૂતી તરફ આગળ વધી રહ્યા છે, જે ભવિષ્યમાં વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરારનો આધાર બનશે.

આ ચર્ચાઓમાં કૃષિ, ડિજિટલ ટ્રેડ, ટેક્નોલોજી, સપ્લાય ચેઈન રેઝિલિયન્સ અને રોકાણ જેવા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બંને દેશોએ આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક વેપારની બદલાતી સ્થિતિમાં સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: Europe heatwave 2026: યુરોપમાં ભીષણ ગરમીનો પ્રકોપ, 26 દેશમાં રેડ એલર્ટ જાહેર


  • Follow us on: