ઇરાનમાં રહેવા ભારતીય દૂતાવાસે ભારતીયોને ટ્રાવેલ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. ઇરાનની બદલાતી પરિસ્થિતિઓ પર નજર રાખે અને ભારતીય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરે. ઇરાનમાં રહેલા ભારતીય દૂતાવાસએ 15 જુલાઇએ એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ભારતીય નાગરિકોને આગ્રહ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો. ભારતીય દૂતાવાસ તરફથી આ સલાહ ત્યાં વધી રહેલી સુરક્ષા-ચિંતાઓ વચ્ચે આવી છે.
ભારતીય દૂતાવાસે કર્યુ ટ્વિટ
ભારતીય દૂતાવાસએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે ઘણા અઠવાડિયાથી સુરક્ષા સંબંધિત ઘટના ક્રમ જોતા, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે તે ઇરાનની જરૂર વિના યાત્રા કરતા પહેલા ત્યાં સ્થિતિ કેવી છે તે જુઓ અને સાવધાની પૂર્વક તેની પર વિચાર કરો.
વર્તમાન સ્થિતિમાં જે ભારતીયો ઇરાનમાં રહી રહ્યા છે તેઓ ભારત પરત ફરવા માગે છે. તેમના માટે દૂતાવાસએ કહ્યું કે વિકલ્પ ઉપલબ્ધ ચે. પોસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે જેઓ ભારતીય નાગરિક કે ત્યાં પહેલેથી જ અને ભારત આવવા માગે છે તેમણે કર્મશિયલ ફ્લાઇટ અને નૌકા વિકલ્પનો લાભ ઉઠાવી શકે છે.
ઈરાની સશસ્ત્ર દળોએ ઇઝરાયલના કબજા હેઠળના પ્રદેશોમાં મુખ્ય સ્થળો અને કતારમાં યુએસ લશ્કરી એરબેઝને નિશાન બનાવીને બદલો લેવા માટે હુમલાઓ શરૂ કર્યા. આ યુદ્ધ 12 દિવસ ચાલ્યું અને 24 જૂને ઇઝરાયલે તેના હુમલાઓ પર એકપક્ષીય રોક લગાવવાની જાહેરાત કરી ત્યારે તેનો અંત આવ્યો, આ પગલું યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
વોશિંગ્ટન કહે છે કે ઈરાનનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ પરમાણુ બોમ્બના વિકાસ તરફ દોરી શકે છે, આ દાવાને તેહરાન વારંવાર નકારી કાઢ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ નાગરિક હેતુઓ માટે છે. ટ્રમ્પ ઈરાન પર અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા દબાણ કરી રહ્યા છે.