ઈરાન-ઈઝરાયલ વચ્ચે જે જોરદાર જંગ જામી હતી એ જોયા બાદ વિશ્વના તમામ દેશો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. વિશ્વના ઘણા સુરક્ષા વિવેચકો તો આ યુદ્ધની ગંભીરતાને જોઈને અનુમાન પણ લગાવી ચૂક્યા હતા કે નક્કી હવે ત્રીજા વિશ્વ યુદ્ધના દરવાજા ખુલશે.


તાઇવાન આવ્યું તોરમાં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પૂરું થયા બાદ આખી દુનિયાએ એક રાહતનો શ્વાસ લીધો. લગભગ 12 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધે આખી દુનિયાના જીવ તાળવે ચોંટાડી મૂક્યા હતા. બંને દેશ વચ્ચે યુદ્ધ પૂરું થયું એથી ,ઓટી વાત એ છે કે હવે એક નવા દેશે યુદ્ધની તૈયારી શરૂ કરી લીધી છે. આ દેશ એટલે કે તાઇવાન. તાઇવાન પર ચીન સતત દબાણ કરી રહ્યું છે એ વાત દુનિયા જાણે છે. ત્યારે હવે તાઈવાને દુશ્મન દેશ તરફથી આવતી આફતને જોતાં તેની લશ્કરી ,સાયબર અને નાગરિક સુરક્ષાને વધારે મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે.

અમેરિકા સાથે ભાગીદારી

ચીન અને તાઇવાન વચ્ચે વર્ષોથી તણાવ ચાલી રહ્યો છે. બંને દેશ વચ્ચે અવારનવાર ચાલતા ઘર્ષણના સમાચાર પણ સામે આવતા હોય છે, ચોક્કસથી ચીન એ તાઇવાન સામે એક મજબૂત વિરોધી પક્ષ તરીકે ઊભો છે પરંતુ તાઇવાન પણ ચીનની તાકાતથી ડરીને બેસી રહેવા વાળો દેશ નથી. તાઇવાન હવે આ યુદ્ધમાં એક મોટી ચાલ ચલવા જઈ રહ્યો છે. તાઇવાન આ ચાલમાં હવે અમેરિકા સાથે ભાગીદારી કરવાના ઈરાદા સેવી રહ્યું છે.

તાઈવાને શરૂ કરી લશ્કરી કવાયત

તાઈવાનને ખબર છે કે સામે પક્ષે જે દુશ્મન દેશ છે તે વધારે શક્તિશાળી છે અને એટલા માટે તાઈવાને પોતાના દેશની સુરક્ષાને ધ્યાનમાં લેતા આગમચેતીના પગલાં રૂપે એક મોટી લશ્કરી કવાયત "હાન કુઆંગ ડ્રીલ્સ" શરૂ કરી છે. તાઈવાને શરૂ કરેલી આ ડ્રીલની ખાસિયત એ છે કે તેમાં 22,000 જેટલા રિઝર્વ સૈનિકો ભાગ લેવાના છે. દુશ્મન દેશથી આવતા સાયબર , મિસાઈલ કે પછી જમીની હુમલાને ખાળવા માટે આ ખાસ પ્રેક્ટિસનું આયોજન તાઈવાને કર્યું છે. મળતી માહિતી મુજબ તાઇવાનના સૈનિકો અમેરિકામાં તાલીમ મેળવી રહ્યા છે અને અમેરિકન નિષ્ણાતો તાલીમ આપવા માટે તાઇવાન આવી રહ્યા છે.


  • Follow us on: