ઇરાન ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરી હત્યા કરવાની વાત કરતું હોય અને ધમકી આપતુ હોય. પરંતુ ટ્રમ્પ સુધી પહોંચવું લગભગ અશક્ય છે. કારણ કે ટ્રમ્પ કોઇપણ સ્થળે જાય છે ત્યાં તેમની સુરક્ષામાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. જમીનથી લઇને આકાશ સુધી લોખંડી સુરક્ષા જોવા મળે છે. તેમના મુલાકાતના વિસ્તારો નો ફ્લાઇન્ગ ઝોન જાહેર કરવામાં આવે છે. તો ફાઇટર જેટ હમેંશા રેડી ટુ ટેક ઓફની મુદ્રામાં જોવા મળે છે.


ટ્રમ્પની લોખંડી સુરક્ષા વ્યવસ્થા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ જે સ્થળે મુલાકાત લે છે. ત્યાં સેટેલાઇટ દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવે છે. આકાશ પર નજર રાખવા માટે NORAD એટલે NORTH AMERICAN AIROSPACE DIVISION છે. આ ઉપરાંત F-16 ફાઇટર જેટને પણ સ્ટેન્ડબાય મુકવામાં આવે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ફાઇટર જેટ F-22 રેડી ટૂ ટેક ઓફની મુદ્રામાં જ હોય છે. આ ઉપરાંત ટ્રમ્પની આસપાસ મોટી સંખ્યામાં બોડીગાર્ડ પણ હોય છે. 2 જામર વાહન હોય છે. આ સુરક્ષા ઘેરાને તોડવું લગભગ અશક્ય છે.

870 કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત

ઇરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને મારી નાંખવાની ધમકી આપી છે. સર્વોચ્ચ લીડર ખામેનેઇના ખાસ વરિષ્ઠ સલાહકાર જાવેદ લારીજાનીએ આ વાત જણાવી છે. તેઓએ ધમકી આપતા જણાવ્યુ છે કે, જ્યારે ટ્રમ્પ સનબાથ લઇ રહ્યા હશે ત્યારે જ તેમને મારી નાંખવામાં આવશે. તેમના ઘરમાં ઘુસીને ટ્રમ્પને મારવામાં આવશે. ટ્રમ્પને મારનારને 870 કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત પણ લારીજાનીએ કરી છે. જેના માટે ઇરાનમાં બ્લડ પૈકેટ અભિયાન પણ શરુ કરાયુ છે. 

  • Follow us on: