અમેરિકાની સ્પેસ એજન્સી NASA અને ISROના જોઈન્ટ મિશન નિસાર (NISAR)ને આવતીકાલે એટલે કે 30 જુલાઈને બુધવારે લોન્ચ કરવામાં આવશે. આ મિશનને શ્રીહરિકોટાના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી GSLV-F16 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.
10 વર્ષ પહેલા યોજના બનાવી હતી
ઈસરોના GSLV સાંજે 5.40 કલાકે નાસા-ઈસરોના નિસાર ઉપગ્રહને સૂર્ય-સમન્વય ધ્રુવીય ભ્રમણકક્ષામાં મોકલશે. આ મિશનની યોજના અમેરિકા અને ભારતની અંતરિક્ષ એજન્સીઓનેએ લગભગ 10 વર્ષ પહેલા મળીને બનાવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ આ મિશનને વધુ ઝડપથી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો.
મિશન પાછળ કેટલો ખર્ચ કરાયો?
નિસાર મિશન ભારતીય અંતરિક્ષ ટેક્નોલોજીની તાકાતને પુરી દુનિયાની સામે દેખાડશે. આ મિશનનો ઉદ્દેશ્ય પૃથ્વીના પર્યાવરણ, પ્રાકૃતિક મુશ્કેલીઓ અને અન્ય વૈશ્વિક પરિવર્તનોની નજર રાખવાનું છે. નિસાર મિશન દુનિયાનું પ્રથમ ડબલ ફ્રીક્વન્સી રડાર ઈમેઝિંગ સેટેલાઈટ છે, જે ધરત પર નજર રાખશે. આ મિશન પૃથ્વીની સપાટીનું સટીક મેપિંગ કરવાની સાથે જ પ્રાકૃતિક મુશ્કેલીઓને શોધવામાં મદદ કરશે. આ અત્યાર સુધીનું સૌથી મોંઘુ અંતરિક્ષ મિશન છે. જેનો ખર્ચ 13,000 કરોડ રૂપિયા છે.
મિશન GSLV રોકેટ દ્વારા સૂર્ય-સમન્વય ધ્રુવીય ભ્રમણકક્ષામાં મોકલાશે
આ મિશન પ્રથમવાર GSLV રોકેટ દ્વારા સૂર્ય-સમન્વય ધ્રુવીય ભ્રમણકક્ષામાં મોકલાશે. 51.7 મીટર લાંબું 3 સ્ટેજ રોકેટ ચેન્નાઈથી લગભગ 135 કિલોમીટર પૂર્વમાં સ્થિત બીજા લોન્ડ પેડથી ઉડાન ભરશે. લોન્ચના લગભગ 19 મિનિટ બાદ ઉપગ્રહને તેની નક્કી કરેલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. તેને ધરતીથી 747 કિલોમીટરની ઉંચાઈ પર પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. મિશનની ઉંમર 3 વર્ષની હશે અને તેનું વજન 2392થી 2800 કિલોગ્રામ છે.













