પીએમ મોદી બુધવારે 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે આ અવસરે દેશ વિદેશના નેતાઓ, પ્રમુખો અને હસ્તીઓ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ખાસ કરીને ઇટલીના પીએમ જૉર્જિયા મેલોની , રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઇઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહૂઓની શુભકામનાઓ વૈશ્વિક સ્તર પર ભારતના વધતા કદને રેખાંકિત કર્યુ છે. ન માત્ર પીએમ પ્રત્યે સ્નેહ વ્યક્ત કર્યો પરંતુ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

જૉર્જિયા મેલોનીએ પાઠવી શુભકામના 


ઇટલીના પીએમ જૉર્જિયા મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે પીએમ મોદીને હાર્દિક શુભકામના. આ સાથે જ તેમણે પીએમ મોદી સાથેનો ફોટો શેર કર્યો. તેમણે લખ્યું કે ભારતના પીએમ નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર હાર્દિક અભિનંદન. તમારી શક્તિ, દૃઢ નિશ્ચય અને લાખો લોકોનું નેતૃત્વ કરવાની ક્ષમતા પ્રેરણાનો સ્ત્રોત છે. મિત્રતા અને આદર સાથે, હું તમને સ્વાસ્થ્ય અને ઉર્જાની શુભેચ્છા પાઠવું છું. જેથી તમે ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી શકો અને આપણા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકો.

પુતિને શુભેચ્છાઓ પાઠવી


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને તેમના જન્મદિવસ પર એક ખાસ સંદેશ મોકલ્યો, જેમાં તેમના નેતૃત્વની પ્રશંસા કરી. પુતિને વિશ કરતા જણાવ્યું કે પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તમારા 75મા જન્મદિવસ પર મારા હૃદયપૂર્વકના અભિનંદન અને શુભેચ્છાઓ. તમે આપણા દેશો વચ્ચે વિશેષ વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયી રશિયા-ભારત સહયોગ વિકસાવવામાં એક મહાન વ્યક્તિગત યોગદાન આપી રહ્યા છો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોદીના નેતૃત્વ હેઠળ ભારતે સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રોમાં પ્રભાવશાળી સિદ્ધિઓ હાંસલ કરી છે. આ અભિનંદન ભારત-રશિયા સંબંધોની ઊંડાઈને પ્રતિબિંબિત કરે છે, જે ઊર્જા, સંરક્ષણ અને વેપાર જેવા ક્ષેત્રોમાં મજબૂત રહે છે.


બેન્ઝામિન નેતન્યાહૂએ પાઠવી શુભકામના


તો ઇઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહૂએ એક વીડિયો શેર કરીને પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી. તેમણે પીએમ મોદીને મેરે અચ્છે દોસ્ત નરેન્દ્ર કહીને સંબોધ્યા. કહ્યું કે પીએમ મોદી હું તમને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવવા માગુ છું. તમે ભારત માટે તમારા જીવનમાં ઘણુ મેળવ્યું છે અને આપણે મળીને ભારત ઇઝરાયલ વચ્ચે મિત્રતાને આગળ વધારી છે. મે જલદી તમને મળવાની રાહ જોઇ રહ્યો છું કારણ કે અમે આપણી મિત્રતા અને ઊંચાઇઓને આગળ લઇજઇ શકીએ છીએ. જન્મદિવસની શુભકામના મારા મિત્ર. ઇઝરાયલના પીએમએ વીડિયો સંદેશ ભારત અને ઇઝરાયલ વચ્ચે ડિફેન્સ, ટેક્નિક અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ગાઢ સહયોગને રેખાંકિત કરે છે.

પીએમ મોદીને આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને બ્રિટનના પૂર્વ પીએમ ઋષિ સુનક જેવા અન્ય દિગ્ગજ નેતાઓએ પણ પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી. ટ્રમ્પએ ફોન કોલ દ્વારા પીએમ મોદીને શુભકામના પાઠવી અને રશિયા યુક્રેન યુદ્ધ રોકવા માટે સમર્થન કરવા બદલ ધન્યવાદ કહ્યું.

  • Follow us on: