ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ 2026 દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે. આ અંગે વ્હાઈટ હાઉસે સત્તાવાર પુષ્ટિ કરી છે. વડાપ્રધાન મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાની એક સપ્તાહની મુલાકાતે રવાના થયા છે.



ભારતની વ્યૂહાત્મક દ્રષ્ટિએ ફ્રાન્સનું વિશેષ મહત્વ

માહિતી અનુસાર, 15થી 17 જૂન દરમિયાન ફ્રાન્સના એવિયન-લે-બેન્સ શહેરમાં યોજાનારી G7 સમિટમાં વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓના નેતાઓ ભાગ લેશે. આ દરમિયાન મોદી અને ટ્રમ્પ વચ્ચે વેપાર, વિઝા નીતિ, ઊર્જા સહયોગ તેમજ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતની વ્યૂહાત્મક દ્રષ્ટિએ ફ્રાન્સનું વિશેષ મહત્વ છે. વર્ષના પ્રારંભમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ભારતની મુલાકાત લીધી હતી, ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ભારત અને ફ્રાન્સ હાલમાં ‘વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી’ના સ્તરે કામ કરી રહ્યા છે.

રાફેલ ફાઇટર જેટ સંબંધિત કરાર પર સૌની નજર

ફ્રાન્સ બાદ વડાપ્રધાન મોદી સ્લોવાકિયાની મુલાકાતે જશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ Peter Pellegrini અને વડાપ્રધાન Robert Fico સાથે ચર્ચા કરશે. તેઓ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે. આ પ્રવાસ દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે રક્ષા ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની શક્યતા છે. ખાસ કરીને ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) પ્રોજેક્ટ અને રાફેલ ફાઇટર જેટ સંબંધિત સંભવિત કરાર પર સૌની નજર છે. ફ્રાન્સ ભારતીય હથિયાર પ્રણાલીઓ સાથે આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સકારાત્મક અભિગમ ધરાવે છે. આથી બંને દેશો વચ્ચેના રક્ષા સહયોગને નવી દિશા મળી શકે છે.

આ પણ વાંચો : PM Modi ફ્રાન્સના પ્રવાસે,જાણો ભારત ફ્રાન્સ પાસેથી શું ખરીદે છે અને શું વેચે છે?



  • Follow us on: