અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ટેરિફ યુદ્ધને લઈને રાજનીતિક માહોલ ગરમાયો છે. અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વોરની વચ્ચે ટ્રમ્પના નિવેદનો પણ ખાસ્સા ચર્ચામાં રહ્યા. ટ્રમ્પ ટેરિફ મુદે પીએમ મોદી..અને ભારતને લઈને બફાટ કરતા રહ્યા. અને તેની સામે ભારત તરફથી કોઈ પ્રત્ત્યુતર આપવામાં ના આવ્યો. ટ્રમ્પના ટેરિફના તીખા તેવર સામે ભારતનું મૌન અસર કરી ગયું.અને ટેરિફ... ટેરિફ..કરનાર ટ્રમ્પના તેવર નરમ પડયા.
ટેરિફ મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધમાં ખટરાગ
ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા. અનેક વખત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મુદ્દે વિવાદિત નિવેદનો આપી ચૂકયા છે. વારંવાર ઉશ્કેરણીજનક ટ્રમ્પના નિવેદનો બાદ ભારતે ખૂબ જ સંયમિત પ્રતિભાવ આપ્યો. ટ્રમ્પના બફાટ સામે પીએમમોદી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. પીએમ મોદી ટ્રમ્પ અને ટેરિફ મુદ્દે મૌન રહ્યા હતા. પરંતુ ભારતના વહીવટીતંત્રે ટેરિફ મુદ્દે અપ્રત્યક્ષરીતે કડક સંદેશ જરૂર આપ્યો હતો. અને હવે આ મૌનના સંદેશની અસર દેખાઈ. અને ટ્રમ્પ બાબાના તીખા તેવર બદલાયા. હાલમાં જ ટ્રમ્પે પીએમ મોદી સાથેના તેમના સંબંધોને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું.













