યુક્રેન વોરને સમાપ્ત કરવા માટે અમેરિકા દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમના દરેક પ્રયાસોને સફળતા નથી મળી રહી. ભારત પર ટ્રમ્પે જેવી રીતે 25 ટકા વધુ ટેરિફ લગાવ્યો છે, તે પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ લાવવાનો આડકતરો પ્રયાસ હતો.અમેરિકાએ ભારત પર ભલે 50 ટકા ભારે ભરખમ ટેરિફ લગાવી દીધો પરંતુ ભારતે રશિયા પાસેથી સસ્તુ ઓઇલ ખરીદીને આંતરરાષઅટ્રીય બજારમાં વેચીને મોટી કમાણી કરી લીધી છે.


ઓઇલ વેચીને મોટી કમાણી

વાર્ષિક આધાર પર જોવામાં આવે તો ભારતમાં ડીઝલનો નિકાસ ઑગસ્ટ મહિનામાં 137 ટકાના ઉછાળા સાથે પ્રતિદિન 2,42,000 બેરલ સુધી પહોંચ્યો છે. જોકે, યુરોપિયન યુનિયન દ્વારા રશિયન કાચા ઓઇલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાને કારણે જાન્યુઆરી 2026થી દેશની સૌથી મોટી રશિયન ઓઇલ અને ઈંધણ નિકાસક કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે યુરોપના દરવાજા બંધ થઈ શકે છે.

ભારતે ઓગસ્ટ મહિનામાં જ યુરોપને ડીઝલ નિકાસમાં મહિનેના આધારે 73 ટકાનો વધારો કર્યો છે. જ્યારે વાર્ષિક સરખામણીએ 124 ટકા તેજી જોવા મળી છે. બીજી તરફ જો નિકાસની વાત કરવામાં આવે તો ભારતે યુરોપને દરરોજ સરેરાશ 2,28,316 બેરલ ડીઝલ નિકાસ કર્યો હતો, જે વાર્ષિક 166 ટકાનો વધારો નોંધાવે છે.

બજારના જાણકારો શું કહે છે?

હકીકતમાં, યુરોપમાં ભારતના તેલના નિકાસમાં વધારો થવાનું અનેક કારણો છે. રિફાઇનરીઓ દ્વારા એડવાન્સ મેન્ટેનન્સનો નિર્ણય, વિન્ટર ડિમાન્ડ અને યુરોપિયન યુનિયનના પ્રતિબંધ—આ તમામ પરિબળો ભારતીય સપ્લાયર્સ માટે યુરોપમાં ઓઇલ વેચવાનું વધુ અનુકૂળ બનાવે છે. જોકે, જાણકારો માને છે કે સમગ્ર વર્ષ 2025 દરમિયાન ડીઝલની માંગ ખૂબ મજબૂત રહેવાની છે.

બીજી તરફ, ભારત પર આ બાબતે ટીકા પણ થઈ રહી છે. જોકો ભારતને આ મામલે ભારે ટીકા પણ સહન કરવી પડી રહી છે. અમેરિકાના સિનિયર અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે ભારત રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદે છે અને તેને રિફાઈન કરીને પાછું પશ્ચિમી દેશોને વેચીને મોટો નફો કમાઈ રહ્યો છે. જોકો ભારતે આ આરોપોને પૂરી રીતે નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે પશ્ચિમી દેશો જો આ અંગે ચિંતિત છે તો તેઓ ઓઇલ ખરીદવાનું બંધ કરવા પૂર્ણપણે સ્વતંત્ર છે.

  • Follow us on: