પાકિસ્તાનમાં સતત ભારે વરસાદના કારણે પૂરનું સંકટ વધુ ઘેરુ બન્યુ છે. જેના કારણે ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાન થયુ છે. અનાજના ગોડાઉનમાં પાણી ભરાતા તે બરબાદ થયા છે. જેથી સ્થાનિકોને ખાવા માટે પુરતુ અનાજ નથી મળી રહ્યુ.
ઘઉં માટે સુરક્ષા દળોની તૈનાતી
પાતિસ્તાનમાં વરસાદના કારણે જન-જીવન પ્રભાવિત થયુ છે. અને તો સાથે જ પાકને મોટુ નુકસાન થતા ઘઉંની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની 3 નદીઓમાં સંકટનું પૂર જોવા મળ્યુ છે. નદીઓ બન્ને કાંઠે વહેતા રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. અને આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં ઘઉંના મામલે કલમ-144 લગાવવામાં આવી છે. ચારા મીલની બહાર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
સરકારે આપ્યો આદેશ
પંજાબ સરકારે પોતાની આદેશમાં કહ્યુ છે કે, ઘઉંનું સંકટ રોકવા માટે આગામી 30 દિવસ માટે કલમ-144 લાદવામાં આવી છે. આ આદેશ બાદ સ્થાનિકો ઘઉંને માત્ર મીલમાં જ લઇ જઇ શકશે. સરકારના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, પંજાબ પાસે 104184 મીટ્રિક ટન જ ઘઉં બચ્યા છે. અને પૂરના સંકટને જોતા ઘઉંનો પાક ફરી લગાવી શકાય તેવો કોઇ અંદાજ દેખાઇ રહ્યો નથી. ઘઉંમાં થઇ રહેલા સતત વધારાને જોતા સરકારે કલમ-144 લગાવવાનો નિર્ણય લીધો છે.
સતત વધતી ઘઉંની કિંમત
1 ઓગસ્ટ 2025ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઘઉં 35 રૂપિયા કિલો વેચાતા હતા. જે હવે 1 સપ્ટેમ્બર 2025ના રોજ 97 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે. પંજાબ પ્રાંતમાં સતત વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિકો પરેશાન છે. અને 4 હજાર જેટલા ગામડાઓ પાણીના કારણે સંપર્ક વિહોણા થયા છે. ચિનાબ, સતલુજ અને રાવી નદીઓ ખતરાના નિશાન કરતા ઉપર વહી રહી છે.













