જાનકીચટ્ટી-યમુનોત્રી પગપાળા ભૈરવ મંદિરની પાસે ભૂસ્ખલનને કારણે યાત્રાનો માર્ગ ખોરવાઈ ગયો છે. બે લાપતા શ્રધ્ધાળુઓની શોધખોળ ચાલુ છે. જેને કારણે યમુનોત્રી ધામની અવરજવર હાલ પુરતી બંધ કરી દેવાઈ છે.


બડકોટ, દુબાટા બેંડ, ગંગનાની, ખરાડી, પાલીગાડ સહિત ઘણી જગ્યાઓ પર શ્રધ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. હજારો શ્રધ્ધાળુઓ વાહનો લઈને રસ્તો ખુલવાની રાહ જોઈ રહ્યા છે. પ્રશાસને શ્રધ્ધાળુઓને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડ્યા છે. જેથી કોઈ પણ પ્રકારની આફતથી બચી શકાય. ઉપજીલ્લા અધિકારી બૃજેશ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલુ ભરવામાં આવ્યું છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. 

દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ચારધામની યાત્રાએ દર્શનાર્થે આવે છે. ઘણી વખત વરસાદ અને અન્ય કારોસર ભૂસ્ખલન થવાથી લોક દુર્ઘટનાનો ભોગ બને છે. થોડા સમય પહેલા કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થતા સાત લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટના બાદ સરકાર વધુ સતર્ક થઈ ગઈ છે.   


  • Follow us on: