- વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર PMનો જવાબ
- PM મોદીએ વિપક્ષ પર કર્યો પ્રહાર
- 2028ને લઈ PM મોદીએ ભવિષ્યવાણી કરી
વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાર પર ચર્ચાનો જવાબ પ્રધાનમંત્રી મોદીએ આપ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટી પર પ્રહાર કર્યો હતો. સાથે જ ેતેમણે 2028ને લઈ ભવિષ્યવાણી કરી છે. PM મોદીએ કહ્યું કે. વિપક્ષ ફરી 2028માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.
દેશની જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો
PM મોદીએ કહ્યું કે, દેશની જનતાએ વારંવાર જે વિશ્વાસ વ્યક્ત કર્યો, તેનો આભાર વ્યક્ત કરવા માટે હું ઉભો થયો છું. તેમણે કહ્યું કે, ભગવાને વિપક્ષને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા વિચાર આપ્યો, તેને હું ભગવાનનો આશીર્વાદ માનું છું. વિપક્ષ 20018માં અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યું હતું. તે સમયે મેં કહ્યું હતું કે, આ અમારો ફ્લોર ટેસ્ટ નથી, આ તમારો ફ્લોર ટેસ્ટ છે.
જનતાએ વિપક્ષ માટે અવિશ્વાસ જાહેર કર્યું
તેમણે કહ્યું કે, અમે જનપા પાસે ગયો હતો. જનતાએ વિપક્ષ માટે અવિશ્વાસ જાહેર કર્યું હતું. ચૂંટણીમાં ભાજપ અને NDAને વધુ બેઠક મળી છે. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ હતો. વિપક્ષે નક્કી કરી લીધું છે કે, NDA અને ભાજપ 2024ની ચૂંટણીમાં તમામ જૂના રેકોર્ડ તોડીને ભવ્ય જીત સાથે વાપસી કરશે.
PM મોદીએ શું દાવો કર્યો?
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ વર્ષ 2018માં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે, વિપક્ષ 2023માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, ત્યારે PM મોદીએ એક વખત ફરી 2024 ચૂંટણીમાં જીતના તમામ રેકોર્ડ તોડવાનો દાવો કર્યો છે અને કહ્યું કે, વિપક્ષ 2028માં ફરી અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવશે.
વિપક્ષને છે સત્તાની ચિંતા
PM મોદીએ સંસદમાં થયેલા હોબાળાને લઈ કહ્યું કે, ડિજિટલ ડેટો પ્રોટેક્શન બિલ યુવાઓના ભાવના સાથે જોડાયેલું છે. જેથી આ મુદ્દે ગંભીર ચર્ચા કરવાની જરૂર હતી, પરંતુ વિપક્ષ માટે રાજનીતિ પ્રાથમિકતા હતી. આવા અનેક બિલ હતા, જે દલિત, આદિવાસી અને મહિલાઓના કલ્યાણ સાથે જોડાયેલા હતાં, પરંતુ વિપક્ષને આની સાથે કાંઈ લેવાદેવા નથી. વિપક્ષ માટે દેશથી પહેલાં પાર્ટી છે. હું સમજું છું ક, વિપક્ષને ગરીબના ભૂખની નહીં, પરંતુ સત્તાની ચિંતા છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર શું કહ્યું?
PM મોદીએ કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષે જે પ્રકારે ચર્ચા કરી, તેનાથી તમામ લોકો દુઃખી છે. વિપક્ષના સાંસદોને હું કહેવા માંગુ છું કે, તૈયારી કરીને આવો. તમે 5 વર્ષ લીધા, પરંતુ કાંઈ કરી શક્યા નહીં. મેં 2018માં પણ કહ્યું હતું કે, 2023માં તૈયારી કરીને આવજો.
શરદ પવાર અને સોનિયા ગાંધીનો ઉલ્લેખ કર્યો
PM મોદીએ કહ્યું કે, આ અવિશ્વાસ પ્રસ્તાવમાં એવું થયું જેની પહેલાં કલ્પના પણ કરવામાં આવી નહતી. સૌથી મોટા વિપક્ષ દળના નેતાનું બોલવાની યાદીમાં નામ નથી. વર્ષ 199માં અટલ બિહારી વાજપેયી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેનું નૈતૃત્વ શરદ પવારે કર્યું હતું. વર્ષ 2003માં સોનિયા ગાંધીએ ડિબેટનું નૈતૃત્વ કર્યું, પરંતુ આ વખતે અધીર રંજન ચૌધરીને તેની જ પાર્ટીએ બોલવાની તક આપી નથી. જેથી કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આમને સમય આપો. આજે અધીર રંજન ચૌધરી જે બોલ્યા, તેનાથી ખ્યાલ આવે કે,ગોળને ગોબર કેવી રીતે કરવામાં આવે છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં બુધવારે કહ્યું હતું કે, 'મણિપુરમાં ભારત માતા'ની હત્યા થઈ છે. ભાજપની વિચારધારાએ મણિપુરમાં ભારત માતાની હત્યા કરી છે. મણિપુરમાં 3-4 મહિનાથી આગ લાગી છે. જો PM મોદી ઈચ્છે તો, તે 2-3 દિવસમાં આ આગ પર કાબૂ મેળવી શકે છે.













