આજે સમગ્ર દેશની નજર સંસદ ભવન પર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. જેમાં તેના ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડની ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી પૂર્ણ થઈ છે. રાજકોટમાં GMSCLમાં કૌભાંડ સામે આવ્યું છે. જેમાં મફત સરકારી દવાના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયો છે. આ પહેલાં લોકસભામાં વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરતાં ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા હતા. હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના 5 યુવકોના મોત થયા છે. જેમાં મહેસાણાના પાંચ યુવકોના હરિયાણામાં મોત થયા છે. આ સિવાયના મહત્વના સમાચાર પર એક નજર કરીએ.
વધુ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદમાં મહત્વપૂર્ણ સંબોધન










