• દર્દીનું નામ કે સરનામું જાહેર ન કર્યું
  • ગાઈડલાઈન્સનું પાલન કરવા તબીબોની સૂચના
  • ઈન્ફેક્ટેડ ન હોવાથી મોટી રાહત

કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના કેટલાય દેશની ચિંતા વધારી દીધી હતી. વાવડ એવા સામે આવ્યા છે કે, પાડોશી રાજ્યમાંથી ઓમિક્રોન વાયરસનો સબ વેરિયંટ 5.1.1 મળી આવ્યો છે. આવો એક કેસ સામે આવતા તબીબોના પેટમાં પણ ફાળ પડ્યો હતો. પણ આ વેરિયંટને લઈને વધારે પડતી ચિંતા કરવાની જોઈ જરૂર નથી. માત્ર એક જ કેસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારી બબીતા કમાલપુરકરે એ જણાવ્યું હતું કે, કોવિડની ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી છે. નિયમો ફોલો કરવા અનિવાર્ય છે.

ચિંતા કરવાની જરૂર નથી

આ કેસને લઈને કોઈ ખોટી ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે પણ આ અંગની નોંધ લઈને કહ્યું હતું કે, મળી આવેલા વેરિયંટના કેસ પર સતત વૉચ રાખવામાં આવી રહી છે. નિયમીત રૂપે એ દર્દીનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. એક મહિનાના સમયગાળા બાદ કોરોના વાયરસથી કોઈ વ્યક્તિનું મોત થયું હોય એવો કેસ મળી આવ્યો છે. જોકે, અન્ય રાહતની વાત એ છે કે, જેટલા પણ એક્ટિવ કેસ છે એમાં દર્દીની સ્થિતિ ગંભીર નથી. તમામ દર્દીઓની તબિયત સુધારા પર છે.

મહારાષ્ટ્રમાંથી મળી આવ્યો કેસ

મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વાયરસના સબ વેરિયંટનો કેસ મળી આવ્યો છે. મહિલા તબીબ અધિકારીએ ઉમેર્યું કે, અમારી ટીમ સતત એ કેસ પર નિરિક્ષણ કરી રહી છે. મે મહિનામાં આવો એક કેસ સામે આવ્યો હતો. પણ ડૉક્ટરે આ દર્દીના નામ, સરનામા કે જેન્ડર અંગે મૌન સેવી લીધું હતું. મુંબઈમાં બુધવારે (તારીખ 09 ઓગસ્ટ 2023) કોરોના વાયરસના દસ નવા કેસ સામે આવ્યા હતા. એ રીપોર્ટ બાદ કુલ સંક્રમીત દર્દીઓની સંખ્યા 11,64,108 સુધી પહોંચી ગઈ છે. જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. કુલ મૃતકોની સંખ્યા 19,776 સુધી પહોંચી છે. મહિલા અધિકારીએ કહ્યું કે, બુધવારે એ કેસનું ડિટેક્શન થયું છે. એ પછી એ દર્દી પર સતત નજર રાખવામાં આવી રહી છે. 

  • Follow us on: