- શનિવારે ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજી T-20 મેચ
- વેસ્ટ ઈન્ડીઝ 2-1થી સીરિઝમાં આગળ
- ભારતીય ટીમમાં થઈ શકે મોટા ફેરફાર
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 12 ઓગસ્ટે T-20 સીરિઝની ચોથી મેચ રમવામાં આવશે. અત્યાર સુધી રમવામાં આવેલી 3 મેચમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ 2-1થી આગળ છે. વેસ્ટ ઈન્ડીઝને સીરિઝ જીતવા માટે માત્ર 1 મેચ જીતવાની જરૂર છે, જ્યારે ભારતે સીરિઝ જીતવા માટે બંને મેચ જીતવાની જરૂર છે. આ તમામ વચ્ચે ટીમ ઈન્ડિયાએ ગત મેચમાં ટીમમાં ફેરફાર કર્યો હતો. જેમાં કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરાયા હતા, પરંતુ જો ચોથી મેચની વાત કરવામાં આવે, તો આ મેચમાં ફરી ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કરી શકે છે.
ઈશાન કિશનની થઈ શકે વાપસી
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી T-20 મેચમાં ભારત માટે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે ઓપનિંગ કર્યું હતું, પરંતુ ગિલ સતત ત્રીજી મેચમાં ફ્લોપ થયો હતો. જેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ટીમમાં ફરી ઈશાન કિશનની વાપસી થઈ શકે છે.
આ બેટ્સમેન મિડલ ઓર્ડર સંભાળશે
મિડલ ઓર્ડરમાં તિલક વર્મા, સંજૂ સેમસન અને હાર્દિક પંડ્યા જેવા વિસ્ફોટક બેટ્સમેન રમશે. તિલક માટે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધની T-20 સીરિઝ ખુબ સારી રહી છે. ટીમમાં અક્ષર પટેલ પણ સામેલ થઈ શકે છે. જે બેટિંગની સાથે બોલિંગમાં પણ કમાલ કરી શકે છે.
બોલિંગમાં જોવા મળશે અલગ ઝલક
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ચોથી T-20 મેચમાં અક્ષર પટેલ ઉપરાંત કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પણ સ્પિનર તરીકે ટીમમાં હોઈ શકે છે. સાથે જ મુકેશ કુમાર અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલરની ભૂમિકા નિભાવશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજૂ સેમસન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા(કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.