• આજે ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજી T-20 મેચ
  • વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાં 2-0થી આગળ
  • ભારતે સીરિઝમાં જીવંત રહેવા જીતવી પડશે મેચ

આજે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજી T-20 મેચ રમવામાં આવશે. ભારતીય ટીમ 5 T-20 મેચની સીરિઝમાં 2-0થી પાછળ ચાલી રહ્યું છે. વેસ્ટ ઈન્ડીઝે પ્રથમ T-20 મેચમાં ભારતને 4 રને હરાવ્યું હતું, જ્યારે ટીમ ઈન્ડિયાની બીજી T-20 મેચમાં 2 વિકેટે હાર થઈ હતી. આજે બંને દેશ વચ્ચે ત્રીજી T-20 મેચ રમવામાં આવશે. આજે વેસ્ટ ઈન્ડીઝ ટીમ મેચ જીતશે, તો સીરિઝ પણ જીતશે. આવું થવા પર વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સીરિઝ જીતવાનો મોટો રેકોર્ડ્સ પણ તૂટશે.

...તો ટીમ ઈન્ડિયાની જીતનો રેકોર્ડ તૂટશે

વેસ્ટ ઈન્ડીઝ છેલ્લી વખત ભારતીય ટીમ વિરુદ્ધ વર્ષ 2016માં T-20 સિરીઝ જીત્યું હતું. જે બાદ ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડીઝ ક્યારેય પણ T-20 સીરિઝ જીત્યું નથી. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વર્ષ 2016માં 2 T-20 મેચની સીરિઝ અમેરિકામાં રમવામાં આવી હતી. આ સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝે ભારતને 1-0થી હરાવ્યું હતું, પરંતુ આ બાદ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને સળંગ 5 T-20 સીરિઝમાં હરાવ્યું હતું.

ભારતીય ટીમ વાપસી કરી શકશે?

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 T-20 મેચની સીરિઝની ત્રીજી મેચ આજે રમવામાં આવશે. બંને ટીમ ગુયાનાના મેદાન પર મેચ રમશે. વેસ્ટ ઈન્ડીઝ ટીમ મેચ જીતીને 5 T-20 મેચની સીરિઝમાં નિર્ણાયક બનાવાનો પ્રયાસ કરશે, જ્યારે ભારતીય ટીમ સીરિઝમાં વાપસી કરવા માટે ઉતરશે. ભારતને સીરિઝની પ્રથમ મેચમાં 4 રને હાર મળી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડીઝે બીજી મેચમાં ભારતને 2 વિકેટે હરાવ્યું છે.

  • Follow us on: