• ભારત વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજે બીજી T-20 મેચ
  • ટીમની બહાર રહેવા અંગે ચહલનું નિવેદન
  • કુલદીપ સારી બોલિંગ કરે છે

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 5 T-20 મેચની સીરિઝ રમી રહી છે. આ પહેલાં ટીમ ઈન્ડિયાએ વનડે અને ટેસ્ટ સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું છે. આ મેચમાં ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળ્યું નહતું. જેથી યુઝવેન્દ્ર ચહલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

યુઝવેન્દ્ર ચહલે શું કહ્યું?

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધથી પ્રથમ T-20 મેચમાં યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળ્યું હતું. જેથી ચહલે કહ્યું હતું કે, હું ખુબ ખુશ છું કે ભારતીય ટીમની જર્સી પહેરી રહ્યો છું. હવે હું ટીમ ઈન્ડિયાાનો ભાગ છું. તેમણે કહ્યું કે, માત્ર 11 ખેલાડી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે. અત્યારે કુલદીપ યાદવ શાનદાર બોલિંગ કરી રહ્યો છે.

ચહલે કુલદીપને લઈ શું કહ્યું?

યુઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવની પ્રસંશા કરી છે. તેમણે કહ્યું કે, અત્યારે કુલદીપ શાનદાર બોલિંગ કરે છે. સાથે પ્લેઈંગ ઈલેવનથી બહાર રહેવા પર ચહલે કહ્યું કે, ટીમમાં કોમ્બિનેશન સૌથી મહત્વનું હોય છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 મેચની T-20 સીરિઝ ચાલી રહી છે. જેની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડીઝે જીતી છે અને આજે બીજી મેચ રમવામાં આવશે.

  • Follow us on: