• ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બીજી T-20 મેચ
  • T-20 સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝ 1-0થી આગળ
  • ગુયાનામાં રમાઈ રહી છે મેચ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝ ટીમની 2 વિકેટે જીત થઈ છે. ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં તિલક વર્માના 51 રન સાથે ભારતીય ટીમે 152 રન બનાવ્યા હતા. જેથી 153 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝ ટીમ 18.5 ઓવરમાં જ 2 વિકેટે જીત્યું છે. આ જીત સાથે જ વેસ્ટ ઈન્ડીઝની ટીમ 5 T-20 મેચની સીરિઝમાં 2-0થી આગળ થયું છે. હવે બંને દેશ વચ્ચે ત્રીજી T-20 મેચ મંગળવારે રમવામાં આવશે.

વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ

141/8 (ઓવર- 18)- અર્શદીપ સિંહે ભારત માટે 18મી ઓવર નાખી હતી. આ ઓવરમાં અર્શદીપે એક ફોર સાથે 9 રન આપ્યા છે. 

132/8 (ઓવર- 17)- ભારત તરફથી 18મી ઓવર મુકેશ કુમારે નાખી હતી. આ ઓવરમાં મુકેશ કુમારે માત્ર 3 રન આપ્યા છે. ભારતને આ મેચ જીતવા માટે હજુ 2 વિકેટની જરૂર છે.

129/8 (ઓવર- 16)- ભારતીય ટીમને 8મી સફળતા મળી છે. ચહલની ઓવરમાં વેસ્ટ ઈન્ડીઝના 3 ખેલાડી આઉટ થયા છે. જેસન હોલ્ડર સ્ટંપ આઉટ થયો છે. સાથે રોમારિયો શેફર્ડ શૂન્ય રન પર રનઆઉટ થયો છે. સાથે હેયમાયર LBW આઉટ થયો છે. અત્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે અકીલ હુસેન અને અલ્ઝારી જોસેફ બેટિંગ કરી રહ્યા છે.

127/5 (ઓવર- 15)-  રવિ  બિશ્નોઈએ ભારત માટે 15મી ઓવર નાખી છે. જેમાં રવિ બિશ્નોઈએ માત્ર 1 રન આપ્યો છે. વેસ્ટ ઈન્ડીઝને જીતવા માટે 30 બોલ પર 26 રનની જરૂર છે.

126/5 (ઓવર- 14)- મુકેશ કુમારે ભારતને 5મી સફળતા અપાવી છે. મુકેશ કુમારે નિકોલસ પૂરને આઉટ કર્યો છે. નિકોલસ પૂરન 40 બોલ પર 67 રન કરીને આઉટ થયો છે. અત્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે હેટમાયર અને શેફર્ડ બેટિંગ કરી રહ્યા છે

117/4 (ઓવર 13)- અર્શદીપ સિંહ ભારત માટે 13મી ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં અર્શદીપ સિંંહે એક સિક્સ સાથે 11 રન આપ્યા છે.

106/4 (ઓવર 12)- ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી બીજી T-20 મેચની બીજી ઈનિંગની 12 ઓવર પૂર્ણ થઈ છે. 12 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડીઝે 4 વિકેટના નુકસાને 106 રન કર્યા છે. વેસ્ટ ઈન્ડીઝ તરફથી નિકોલ પૂરને સૌથી વધુ 34 બોલ પર 58 રન કર્યા છે. સાથે વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન રોવમેન પોવેલે 19 બોલ પર 21 રન કર્યા છે. અત્યારે પૂરન અને હેટમાયર બેટિંગ કરી રહ્યા છે. ભારતની બોલિંગની વાત કરવામા આવે તો, ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 35 રન આપીને વેસ્ટ ઈન્ડીઝના 4 ખેલાડીને આઉટ કર્યા છે, જ્યારે અર્શદીપ સિંહે 2 ઓવરમાં 14 રન આપીને 1 ખેલાડીને આઉટ કર્યો હતો. હવે વેસ્ટ ઈન્ડીઝને જીતવા માટે બોલ પર રનની જરૂર છે.

99/4( ઓવર 11)- ભારત માટે 11મી ઓવર નાખવા માટે રવિ બિશ્નોઈ આવ્યો છે. રવિ બિશ્નોઈએ આ ઓવરમાં 1 સિક્સ સાથે 8 રન આપ્યા છે.

91/4( ઓવર 10)- કેપ્ટન હાર્દિક પંડ્યાએ ભારતને ચોથી સફળતા અપાવી છે. રોવમેન પોવેલ 19 બોલ પર 21 રન કરીને આઉટ થયો છે. આ ઓવરમાં જ વેસ્ટ ઈન્ડીઝના નિકોલસ પૂરને ફીફ્ટી ફટકારી છે. અત્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે નિકોલસ પૂરન 29 બોલ પર 50 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાથે હેટમાયર પણ બેટિંગ કરવા આવ્યો છે.

82/3( ઓવર 9)- યુઝવેન્દ્ર ચહલે એક સિક્સ સાથે 10 રન આપ્ચા છે. જેથી વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 3 વિકેટના નુકસાનને 82 રન થયો છે.

72/3( ઓવર 8)-  ભારત માટે રવિ બિશ્નોઈએ 8મી ઓવર નાખી છે. આ ઓવરમાં રવિ બિશ્નોઈએ માત્ર 4 રન આપ્યા છે.

68/3( ઓવર 7)- યુઝવેન્દ્ર ચહલે પોતાની પ્રથમ ઓવરમાં 7 રન આપ્યા છે. અત્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે નિકોલસ પૂરન 25 બોલ પર 46 રન કરીને રમી રહ્યો છે, જ્યારે રોમવેન પોવેલ  6 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

61/3( ઓવર 6)- 153 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝ ટીમની શરૂઆત સારી રહી નહતી, પરંતુ નિકોલસ પૂરનની આક્રામક ઈનિંગના કારણે વેસ્ટ ઈન્ડીઝે 6 ઓવર બાદ વેસ્ટ ઈન્ડીઝે 3 વિકેટના નુકસાને 61 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડીઝના બંને ઓપનર આઉટ થયા છે. બ્રૈંડન કિંગ પ્રથમ બોલ પર જ આઉટ થયો છે, જ્યારે કાયલ મેયર્સ 7 બોલ પર 15 રન બનાવીને આઉટ થયો છે. સાથે જોસન ચાર્લસ 3 બોલ પર 2 રન બનાવીને આઉટ થયો છે. અત્યારે વેસ્ટસ ઈન્ડીઝ માટે નિકોલસ પૂરન 22 બોલ પર 42 રન કરીને અને કેપ્ટન રોવમેન પોવેલ 3 બોલ પર 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે, તો કેપ્ટન હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી છે, જ્યારે અર્શદીપ સિંહે 2 ઓવરમાં 14 રન આપીને 2 વકેટ લીધી છે.

43/3( ઓવર 5)- મુકેશ કુમારે ભારત માટે 5મી ઓવર નાખી છે. જેમાં મુકેશ કુમારે 2 ફોર સાથે 10 રન કર્યા છે. 

23/3( ઓવર 4)- અર્શદીપ સિંહે ભારતીય ટીમને ત્રીજી સફળતા અપાવી છે. અર્શદીપે પોતાની ઓવરમાં 12 રન આપ્યા છે, સાથે 7 બોલ પર 15 રન કરનારા કાયલ મેયર્સને આઉટ કર્યો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ માટે નિકોલસ પૂરન અને વેસ્ટ ઈન્ડીઝના કેપ્ચન રોવમેન પોવેલ બેટિંગ કરી રહ્યા છે.

21/2( ઓવર 3)- ભારતીય કેપ્ટન ત્રીજી ઓવરમાં થોડા મોંઘા સાબિત થયા છે. ત્રીજી ઓવરમાં હાર્દિક પંડ્યાએ 1 સિક્સ અને 2 ફોર સાથે 17 રન આપ્યા છે.

4/2( ઓવર 2)- અર્શદીપ સિંહ ભારત માટે બીજી ઓવર નાખી છે. જેમા અર્શદીપે માત્ર 2 રન આપ્યા છે.

2/2( ઓવર 1)- ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ ઓવરમાં ભારતને 2 સફળતા 

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી બીજી T-20 મેચમાં ભારતે 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા છે. જેથી વેસ્ટ ઈન્ડીઝને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે સૌથી વધુ તિલક વર્માએ 41 બોલ પર 51 રનની ઈનિંગ રમી છે. આ સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 18 બોલ પર 24 રનની ઈનિંગ રમી છે, જ્યારે ઈશાન કિશને 23 બોલ પર 27 રનની ઈનિંગ રમી છે અને અક્ષર પટેલે 12 બોલ પર 14 રન કર્યા છે. વેસ્ટ ઈન્ડીઝના બોલરની વાત કરવામાં આવે તો, અકીલ હુસેને વેસ્ટ ઈન્ડીઝ માટે 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 29 રન આપીને 2 વિકેટ લીધી છે. જ્યારે રોમારિયો શેફર્ડે 3 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી છે અને અલ્ઝારી જોસેફે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે 

ભારતની ઈનિંગ

153/7(20 ઓવર)- રોમારિયો શેફર્ડે ભારતને 7મો ઝટકો આપ્યો છે. ભારતનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ 12 બોલ પર 14 રન બનાવીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ બેટિંગ કરી રહ્યા.

140/6(19 ઓવર)- ઓબેદ મેકકોયે પોતાની છેલ્લી અને ઈનિંગની 19મી ઓવર નાખી છે. જેમાં ઓબેદે 1 વાઈડ અને 1 ફોર સાથે 11 રન આપ્યા છે.

129/6(18 ઓવર)- અલ્ઝારી જોસેફે પોતાની ચોથી અને ઈનિંગની 18મી ઓવરમાં વેસ્ટ ઈન્ડીઝને છઠ્ઠી સફળતા અપાવી છે. અલ્ઝારીએ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાને આઉટ કર્યો છે. હાર્દિક પંડ્યા  18 બોલ પર 24 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ બેટિંગ કરી રહ્યા છે.

120/5(17 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે જેસન હોલ્ડરે 17મી ઓવર નાખી હતી. જેમાં જેસન હોલ્ડરે 5 રન આપ્યા છે. આ સાથે જ જેસને પોતાની 4 ઓવર પૂર્ણ કરી છે. 4 ઓવરમાં જેસન હોલ્ડરે 2 વાઈડ સાથે 29 રન આપ્યા છે.

115/5(16 ઓવર)- અકીલ હુસેને વેસ્ટ ઈન્ડીઝને 5મી સફળતા અપાવી છે. 16મી ઓવરમાં અકીલ હુસેને તિલક વર્માને આઉટ કર્યો છે. તિલક વર્મા 41 બોલ પર 51 રન બનાવીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેપ્ટન હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ બેટિંગ કરી રહ્યા છે.

106/4(15 ઓવર)- ભારત માટે બીજી આંતરરાષ્ટ્રીય T-20 મેચ રમનારા તિલક વર્માએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિફ્ટી ફટકારી છે. તિલક વર્માએ 39 બોલ પર 50 રન કર્યા છે. વેસ્ટ ઈન્ડીઝ માટે આ ઓવર ઓબેદ મેકકોયો નાખી હતી. જેમાં મેકકોયે 12 રન આપ્યા છે.

94/4(14 ઓવર)- અકિલ હુસેને 14મી ઓવરમાં એક ફોર સાથે 9 રન આપ્યા છે. જેથી 14 ઓવર બાદ ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાને 94 રન થયો છે.

85/4(13 ઓવર)- અલ્ઝારી જોસેફે વેસ્ટ ઈન્ડીઝ માટે 13મી ઓવર નાથી છે. આ ઓવરમાં જોસેફે 6 રન આપ્યા છે. 

76/4(12 ઓવર)- ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી બીજી T-20 મેચમાં 12 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 12 ઓવર બાદ ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાને 79 રન થયો છે. ભારતનો ઓપનર શુભમન ગિલ 9 બોલ પર 7 રન બનાવીને આઉટ થયો છે, જ્યારે ઈશાન કિશન 23 બોલ પર 27 રન કરીને આઉટ થયો છે. સાથે જ સૂર્ય કુમાર યાદવ 3 બોલ પર 1 રન બનાવીને રનઆઉટ થયો છે અને સંજૂ સેમસન 7 બોલ પર 7 રન બનાવીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે તિલક વર્મા 27 બોલ પર 30 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાથે જ કેપ્ટન હાર્દિક પંડ્યા 3 બોલ પર 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડીઝના બોલરની વાત કરવામાં આવે તો, જેસન હોલ્ડરે વેસ્ટ ઈન્ડીઝ માટે 3 ઓવર નાખી છે. જેમાં હોલ્ડરે 24 રન આપ્યા છે. સાથે રોમારિયો શેફર્ડે 2 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત અલ્ઝારી જોસેફે 2 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જ અકીલ હુસેન 2 ઓવરમાં રન આપીને 1 વિકેટ લીધી છે.

76/3(11 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે 11મી ઓવર નાખવા જેસન હોલ્ડર આવ્યો છે. જેસન હોલ્ડરે પોતાની આ ઓવરમાં 2 ફોર સાથે 11 રન આપ્યા છે.

65/3(10 ઓવર)- રોમારિયો શેફર્ડે વેસ્ટ ઈન્ડીઝને ત્રીજી સફળતા અપાવી છે. શેફર્ડે 12 રન આપીને ભારતના ઓપનર ઈશાન કિશનને આઉટ કર્યો છે. ઈશાન 23 બોલ પર 27 રન બનાવીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે તિલક વર્મા અને સંજૂ સેમસન બેટિંગ કરી રહ્યા છે.

53/2 (9 ઓવર)- જેસન હોલ્ડરે પોતાની બીજી અને વેસ્ટ ઈન્ડીઝની 9મી ઓવર નાખી છે. જેમાં હોલ્ડરે એક વાઈડ સાથે 4 રન આપ્યા છે. જેથી 9 ઓવર બાદ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 53 રન થયો છે.

49/2 (8 ઓવર)- કાયલ માયર્સે વેસ્ટ ઈન્ડીઝ માટે 8મી ઓવર નાખી છે. જેમાં કાયલ માયર્સે એક વાઈડ અને 2 ફોર સાથે 12 રન આપ્યા છે.

37/2 (7 ઓવર)- રોમારિયો શેફર્ડે પોતાની પ્રથમ ઓવર નાખી છે. જેમાં શેફર્ડે માત્ર 3 રન આપ્યા છે. 

34/2 (6 ઓવર)- ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી બીજી T-20 મેચમાં 6 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 6 ઓવર બાદ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 34 રન થયો છે. અત્યારે ભારત માટે ઈશાન કિશન 15 બોલ પર 14 રન કરીને બેટિંગ કરી રહ્યો છે, જ્યારે તિલક વર્મા 9 બોલ પર 9 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડીઝની બોલિંગની વાત કરવામાં આવે તો, વેસ્ટ ઈન્ડીઝ માટે ઓબેદ મેકકોયે 2 ઓવર નાખી છે, જેમાં ઓબેલે 3 રન આપ્યા છે. જ્યારે અલ્જારી જોસેફે 1 વિકેટ લીધી છે.

28/2 (5 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે 5મી ઓવર જેસન હોલ્ડરે નાખી છે. આ ઓરમાં જેસને 1 ફોર સાથે 9 રન આપ્યા છે.

19/2 (4 ઓવર)- ભારતીય ટીમને બીજો ઝટકો લાગ્યો છે. ચોથી ઓવરમાં સૂર્યકુમાર યાદવ રનઆઉટ થયો છે. હવે ભારત માટે ઈશાન કિશન અને તિલક વર્મા બેટિંગ કરી રહ્યા છે. આ ઓવરમાં ભારતને માત્ર 2 રન મળ્યા છે.

17/1 (3 ઓવર)- અલજારી જોસેફ વેસ્ટ ઈન્ડીઝ માટે ત્રીજી ઓવર નાખવા આવ્યા છે. આ ઓવરમાં જોસેફે ભારતના ઓપનર શુભમન ગિલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી રહ્યા છે.

9/0 (2 ઓવર)- અકીલ હુસેનની પ્રથમ ઓવરના પ્રથમ બોલમાં જ ઈશાન કિશને સિક્સ ફટકારી છે. આ સિક્સ સાથે ભારતીય ઓપનરે આ ઓવરમાં 8 રન લીધા છે.

1/0 (1 ઓવર)- ભારત તરફથી શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા છે. વેસ્ટ ઈન્ડીઝ માટે આ ઓવર ઓબેદ મેકકોયે નાખી છે. જેમાં ઓબેદે માત્ર 1 રન આપ્યો છે.

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 મેચની T-20 સીરિઝની બીજી મેચ માટે ટોસ થયો છે. આ ટોસ ભારતે જીત્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ગુયાનામાં રમવામાં આવશે. આ અગાઉ બંને દેશ વચ્ચે એક T-20 મેચ રમવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમની 4 રને હાર થઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીત્યો હતો. જે બાદ વેસ્ટ ઈન્ડીઝે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતીય ટીમે નેટ્સમાં પ્રેક્ટિસ કરી

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T-20 સીરિઝની બીજી મેચ આજે રમાઈ રહી છે. આ મેચ ગુયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ T-20 મેચમાં ટીમ ઈન્ડિયાની 4 રને હાર થઈ હતી. જેથી બીજી મેચમાં ભારતીય ટીમ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરી છે. આ મેચ પહેલાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયાએ ખુબ પરસેવો પાડ્યો હતો. ભારતને પ્રથમ T-20 મેચમાં 4 રને હાર મળી હતી. હવે ટીમ ઈન્ડિયા વાપસી કરવા મેદાનમાં ઉતરશે. બીજી T-20 મેચ પહેલાં શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને સંજૂ સેમસન સહિત તમામ બેટ્સમેને નેટ્સમાં પ્રેક્ટિસ કરી છે.

BCCIએ વીડિયો શેર કર્યો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નેટ્સમાં પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં ગિલ, પંડ્યા અને સંજૂ આક્રામક જોવા મળી રહ્યા છે. ભારતીય બેટિંગ લાઈનઅપ ગત મેચમાં ફ્લોપ રહ્યું હતું. જેથી આ મેચમાં ટીમ જીતવા માટે મેદાનમાં ઉતરશે.


ચહલનું T-20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન

BCCIએ શેર કરેલા વીડિયોમાં અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ પણ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. ચહલનું T-20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. જેથી તે ટીમ ઈન્ડિયા માટે બીજી મેચમાં એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. આવેશ ખાન અને ઉમરાન મલિકે પણ પ્રેક્ટિસ દરમિયાન ખુબ મહેનત કરી છે.

તિલક વર્માએ બનાવ્યા 39 રન

પ્રથમ T-20 મેચમાં ડેબ્યૂ કરનારા તિલક વર્માએ 22 બોલ પર 39 રનની ઈનિંગ રમી હતી. આ ખેલાડીને બાદ કરતાં કોઈ પણ ખેલાડી બેટિંગમાં સારૂં પ્રદર્શન કરી શક્યો નહતો. જેથી હાર્દિક પંડ્યાની નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયા બીજી મેચમાં પલટવાર કરવા માટે મેદાનમાં ઉતરશે.

ભારત વનડે અને ટેસ્ટ સીરિઝ જીત્યું

ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે T-20 સીરિઝ પહેલાં 2 મેચની ટેસ્ટ સીરિઝ રમવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાની 1-0થી જીત થઈ હતી. સાથે 3 મેચની વનડે સીરિઝ પણ રમવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. હવે બંને દેશ વચ્ચે 5 T-20 મેચની સીરિઝ ચાલી રહી છે.

ભારત-વેસ્ટ ઈન્ડીઝ હેડ ટૂ હેટ

દેશમેચજીતહાર
ભારત972
વેસ્ટ ઈન્ડીઝ927   

બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

ભારત- શુભમન ગિલ, ઈશાન કિશન(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(કેપ્ટન), સંજૂ સેમસન, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ

વેસ્ટ ઈન્ડીઝ- બ્રૈંડન કિંગ, કાયલ મેયર્સ, જોનસન ચાર્લ્સ, નિકોલસ પૂરન(વિકેટકીપર), શિમરન હેટમાયર, રોવમેન પોવેલ(કેપ્ટન), જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હુસેન, અલ્ઝારી જોસેફ, ઓબેદ મેકકોય.


  • Follow us on: