- ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજી T-20
- ભારતે પ્લેઈંગ ઈલેવનમાં કર્યો ફેરફાર
- યશસ્વી જયસ્વાલે કર્યું ડેબ્યૂ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી 5 T-20 મેચની સીરિઝની ત્રીજી મેચ ગુયાનામાં રમવામાં આવી રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન રોવમન પોવેલે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરીને મેદાનમાં ઉતરી છે. આ મેચમાં ઈશાન કિશન રમી રહ્યો નથી, જ્યારે યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ કર્યું છે. આ પહેલાં યશસ્વી જયસ્વાલે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટાકારી હતી.
જયસ્વાલે કર્યું ડેબ્યૂ
ઈશાન કિશનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેથી જયસ્વાલ અને શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રમવામાં આવેલી બંને ઈનિંગમાં ઈશાન કિશન કાંઈ ખાસ કરી શક્યો નહતો. જો કે, વનડે સીરિઝની ત્રણેય મેચમાં ઈશાને ફિફ્ટી ફટકારી હતી.
ભારતીય ટીમ
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(કેપ્ટન), સંજૂ સેમસન(વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડીઝ ટીમ
બ્રૈંડન કિંગ, રાઈલ મેયર્સ, જોનસન ચાર્લ્સ, નિકોલસ પૂરન(વિકેટકીપર), રોવમેન પોવેલ(કેપ્ટન), શિમરન હેટમાયર, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, અકીલ હુસેન, અલ્ઝારી જોસેફ અને ઓબેદ મેકકોય.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આ સીરિઝમાં 2-0થી પાછળ છે. વેસ્ટ ઈન્ડીઝે પ્રથમ મેચમાં ભારતને 4 રને હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં ભારતને 2 વિકેટે હરાવ્યું હતું. જો આજે ભારત મેચ હારશે, તો સીરિઝ પણ હારશે. સાથે વેસ્ટ ઈન્ડીઝ આજની મેચ જીતીને સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે.