ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના નામથી જ દુશ્મન દેશ પાકિસ્તાન ધ્રુજી ઉઠે છે. તેનું કારણ એ છે કે, પાકિસ્તાનની પરમાણુ યોજના તેમણે ભારતને એક જાસૂસ તરીકે મોકલીને લીક કરી હતી. ડોભાલે તેમની કારકિર્દીમાં 30 વર્ષ સુધી જાસૂસી કરી છે. તેઓ પાકિસ્તાન ગયા હતા અને કટુઆ શહેરમાં દુકાનની બહાર ભિખારી તરીકે બેસીને ગુપ્તચર તરીકે વિગતો મેળવી હતી.


એનેસેએ અજિત ડોભાલને ભારતના જેમ્સ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટોચના જાસૂસ તરીકે તેમણે જે પ્રકારના કારનામા કર્યા છે , તેના કારણે પાકિસ્તાન આજે પણ તેમનું નામ સાંભળતા જ ધ્રૂજે છે. મોદી સરકારે જ્યારે પણ પાકિસ્તાનને યોગ્ય પાઠ ભણાવવાનો હોય ત્યારે તે ડોભાલની સલાહ લે છે. તેમના વિશે એવું કહેવાય છે કે, તેઓ પોતાના કામ પ્રત્યે એટલા ઉત્સાહી છે કે તેને પૂર્ણ કરવા માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. ૩૭ વર્ષની સેવામાં, ફક્ત સાત વર્ષ યુનિફોર્મ પહેર્યો હતો અને ૩૦ વર્ષ જાસૂસી કરી હતી.

ભારતના પરમાણુ પરીક્ષણ બાદ પાકિસ્તાને પરીક્ષણ શરૂ કર્યું

૧૯૭૨માં જ્યારે ભારતે પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે માત્ર અમેરિકા જ નહીં, પણ પાકિસ્તાન પણ ચિંતિત થયું. ગભરાયેલા પાકિસ્તાને ફ્રાન્સ અને ચીન પાસેથી મદદ માંગી અને તેનું પરમાણુ અભિયાન શરૂ કર્યું. ફ્રાન્સને ખબર પડી કે પાકિસ્તાન ફક્ત ભારત વિરુદ્ધ જવા માટે પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે, ત્યારે તે દૂર થઈ ગયું હતું. ત્યારબાદ ચીન અને ઉત્તર કોરિયાએ પાકિસ્તાનને ટેકો આપ્યો.

ઇન્દિરા ગાંધીએ ગુપ્તચર વ્યવસ્થા સક્રિય કરી હતી

ઇન્દિરા ગાંધી વડા પ્રધાન હતા. જ્યારે તેમણે આ વાતની ખબર પડી, ત્યારે પોતાની ગુપ્તચર વ્યવસ્થા સક્રિય કરી. પાકિસ્તાનના કહુટા શહેરમાં પરમાણુ પરીક્ષણની તૈયારી ચાલી રહી હોવાના સમાચાર હતા, પરંતુ કોઈ નક્કર માહિતી નહોતી.

ભિખારી તરીકે બેઠા, વાળનું પરીક્ષણ કરતાં પાકની પરમાણુ યોજના પકડાઈ

ગુપ્તચર વ્યવસ્થા અંતર્ગત અજિત ડોભાલ પાકિસ્તાનના કહુટા શહેરમાં પહોંચ્યા અને ત્યાંના સંશોધન કેન્દ્રની બહાર ભિખારી તરીકે બેસવા લાગ્યા. એવી શંકા હતી કે પાકિસ્તાન અહીં પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે, પરંતુ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નહોતી. પછી ત્યાંનાં વૈજ્ઞાનિકોની પાછળ ગયા અને જ્યાં વૈજ્ઞાનિકો વાળ કપાવતા હતા ત્યાં અજિત ડોભાલે તે દુકાનની બહાર ભિખારી તરીકે બેસી રહ્યા. ત્યાં વૈજ્ઞાનિકોના વાળ નમૂના તરીકે એકત્રિત કર્યા અને તેને ગુપ્ત રીતે ભારત મોકલ્યા. જ્યારે ભારતમાં વાળનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ત્યાં પરમાણુ પરીક્ષણ ચાલી રહ્યું છે.

ભારતના RAW એજન્ટોનો પાકે શોધી કાઢીને માર્યા

પાકિસ્તાનને સમાચાર મળ્યા કે તેમના પરમાણુ પરીક્ષણની માહિતી ભારત સુધી પહોંચી ગઈ છે, ત્યારે પાકિસ્તાને ભારતના RAW ના ગુપ્તચર એજન્ટોને શોધી શોધીને તેમને મારી નાખ્યા. જોકે, અજિત ડોભાલ ત્યાંથી ભાગી ગયા. પરંતુ ભારતે પાકિસ્તાનને એટલું બધુ બરબાદ કરી દીધું હતું કે, તેમનું પરમાણુ પરીક્ષણ ઘણા વર્ષો સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.

  • Follow us on: