નામી અનામી નક્સલીઓ ઊપર ભારે ઇનામો જાહેર થાય છે અને કેટલાયને ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતરવામાં આવી રહ્યા છે પરિણામે નક્સલીઓની કમર ભાંગી નાખવામાં આવી રહી છે તે ઓપરેશન સહિતની વાંચો વિગતો.
દેશના ઉત્તર પૂર્વીય છતીસગઢ, મહારાષ્ટ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિતના રાજ્યોમાં સામ્યવાદી વિચાર ધરાવતા રાજકીય લોકોના નક્સલવાદીઓના જૂથોના ભરડામાં છે. આવા ઉગ્રવાદીઓની સંખ્યા આપણા દેશના અનામત અને અર્ધલશ્કરી દળોની જવાબી કાર્યવાહિ અને ખાસ ઓપરેશનના કારણે ઘટી છે. 2025માં ચાલી રહલી નક્સલ વિરોધી કામગીરીના ભાગ રૂપે છેલ્લા 4 મહિનામાં 197 કટ્ટર નક્સલવાદીઓને હટાવ્યા છે.
1967 માં પશ્ચિમ બંગાળથી બળવાથી શરૂઆત
નક્સલવાદીઓ કે માઓવાદી વિચારધારાથી પ્રેરિત બળવાખોરોની આ ચળવળ શરૂઆત ૧૯૬૭માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામમાં ખેડૂતોના બળવાથી થઈ હતી. ત્યારબાદ નક્સલીઓ પાંચ રાજ્ય સુધી પથરાઈ જવા લાગ્યા અને આજે પણ હુમલાઓ ચાલુ રહ્યા છે. ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) થી પણ હુમલા કરતાં રહ્યા છે.
ઓપરેશન ગ્રીન હન્ટ : 2009 થી નક્સલ વિરોધી અભિયાન
અનામત પોલીસ સહિત અર્ધ સૈનિક દળોના કાફલાઑના આધારે નક્સલી વિરોધી અભિયાનને ઓપરેશન ગ્રીન હન્ટ નામ ભારતના માધ્યમો દ્વારા આપવામાં આવ્યું છે. નવેમ્બર 2009 માં જ્યારે આવા કાફલા ઉત્તર પૂર્વીય રાજ્યોમાં હરકતો કરતાં જોવા મળ્યા ત્યારે રેડ કોરિડોર સાથે 5 રાજ્યમાં નક્સલીઓને હટાવવાની શરૂઆત થઈ હોવાના અહેવાલો નોંધાયા છે. બીજી બાજુ, છત્તીસગઢ રાજ્યમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) વિરુદ્ધ સફળ અભિયાનનું વર્ણન કરવા માટે આ ઓપરેશનની ઓળખ ઊભી કરવામાં આવી હતી. જો કે, ભારત સરકાર નક્સલ વિરોધી આક્રમણનું વર્ણન કરવા માટે "ઓપરેશન ગ્રીન હન્ટ" શબ્દનો ઉપયોગ કરતી નથી પણ અલગ અલગ નામ સાથે સુરક્ષા દળો દ્વારા ઓપેરેશન અમલી બનાવાતા હોય છે.
કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (કોબ્રા) ટીમ નક્સલીઓ સામે લડવાની આગેવાની લે છે
ઓક્ટોબર 2009 માં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને માઓવાદીઓ સામે લડવાની મંજૂરી મળી છે. હવે કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (કોબ્રા) માઓવાદી બળવાખોરો સામેના ઓપરેશનમાં આગેવાની લેશે. જોકે આ પહેલા જ સુરક્ષા દળોનું "ત્રણ દિવસનું મોટુ સંયુક્ત ઓપરેશન" થયું હતું. નવેમ્બર 2009માં, ગઢચિરોલી જિલ્લામાં કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ થયો. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 18 કંપનીઓને આ વિસ્તારમાં ખસેડવામાં આવી હતી.
સરકારે તબક્કાવાર જવાનોની તહેનાતી કરી
2009 માં ભારત સરકારે 80,000 કેન્દ્રીય અર્ધલશ્કરી જવાનો, ભારતીય વાયુસેનાના 10 સશસ્ત્ર હેલિકોપ્ટર તહેનાત કરાયા હતા. 2013માં ભારત સરકારે એવી વિગતો જાહેર કરી કે, બસ્તર, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં 10000 વધુ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ, મે 2013 સુધીમાં, CRPF ના લગભગ 84,000 સૈનિકો રેડ કોરિડોરમાં તૈનાત હતા. 8 જૂન 2014ના તત્કાલીન ગૃહમંત્રીએ છત્તીસગઢમાં માઓવાદીઓ સામે લડવા માટે અર્ધલશ્કરી દળોના વધુ 10000 સૈનિકોની સત્તાવાર રીતે મંજૂરી આપી હતી.
માર્ચ 2026 સુધી દેશ નક્સલ મુક્ત થઈ જશે : ગૃહ મંત્રીએ માર્ચ 2025માં કહ્યું
ગૃહમંત્રી અમિત શાહે ભારતને નક્સલ મુક્ત બનાવવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે, આવતા વર્ષે 31 માર્ચ પહેલા દેશ નક્સલ મુક્ત થઈ જશે. મોદી સરકાર નક્સલવાદીઓ સામે નિર્દય અભિગમ સાથે આગળ વધી રહી છે અને તે નક્સલવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે જેઓ આત્મસમર્પણથી લઈને સમાવેશ સુધીની તમામ સુવિધાઓ હોવા છતાં આત્મસમર્પણ કરતા નથી. આવતા વર્ષે 31 માર્ચ પહેલા દેશ નક્સલ મુક્ત થવા જઈ રહ્યો છે.
છેલ્લા 4 મહિનામાં 197 કટ્ટર નક્સલવાદીઓને હટાવ્યા
ડાબેરી ઉગ્રવાદીઓને મારીને હટાવ્યા વિષેની પીટીઆઇની આંકડાકીય વિગતો જોઈએ તો, 2018 માં 225, 2019 માં 145, 2020 માં 103, 2021માં 126 નક્સલીઓ નોંધાયા છે. છેલ્લા 4 મહિનામાં 197 કટ્ટર નક્સલવાદીઓને હટાવ્યા છે. જ્યારે આ ચાર વર્ષમાં કુલ 212 જવાનો એ જીવ ગુમાવવો પડ્યો છે. 2013 સુધીમાં, અંદાજે 6,500-9,500 બળવાખોરો હતા, 2010માં 10000 હતા તે 2025માં 600 સુધી સીમિત થયા છે. માર્ચ 2025માં બીજાપુર-દંતેવાડા બોર્ડર પર સુરક્ષા દળોએ 22 નક્સલીઓને ઠાર કર્યા હતા.
2010 નો ઘાતક હૂમલો
6 એપ્રિલ 2010ના રોજ છત્તીસગઢ, ભારતના દાંતેવાડા જિલ્લાના ચિંતલનાર ગામ નજીક ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) ના નક્સલવાદી-માઓવાદી બળવાખોરો દ્વારા કરવામાં આવેલ હુમલો હતો, જેમાં 76 સીઆરપીએફ પોલીસકર્મીઓ અને ૮ માઓવાદીઓ માર્યા ગયા હતા, આ હૂમલો ભારતીય પરનો સૌથી ઘાતક હતો.













