રિલાયન્સ એટલે વિશ્વની ખ્યાતનામ ઇન્ડસ્ટ્રીઝ. વાત અહીથી અટકતી નથી. તેલ, ટેલિકોમ અને ટેકનોલોજી ઉપરાંત જામનગરમાં કેરીનું વિશાળ ફાર્મ પણ રિલાયન્સની ઓળખનો એક ભાગ છે. હાલમાં કેરીની મૌસમ ચાલી રહી છે અને ભારતની જાતભાતની વેરાયટી દેશ અને વિદેશમાં ખવાઇ રહી છે ત્યારે જગત જમાદાર અમેરિકા જામનગરની કેરીઓ વિશેષ પસંદ કરે છે. ઉદ્યોગોની સાથે રિલાયન્સ ફાર્મના કારણે અંબાણી, અમેરિકા અને આંબાનું રસપ્રદ જોડાણ ઊભું થયું છે તે પણ જાણવા જેવું છે.


મુકેશ અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો અને તેમની વૈભવી જીવનશૈલીથી વિશેષ રીતે પણ જાણવા જેવા છે. તેમણે કેરીનાં ક્ષેત્રમાં અજાયબી કરી છે. તેઓ વિશ્વના સૌથી મોટા કેરી નિકાસકારોમાંના એક છે. રિલાયન્સ પાસે ગુજરાતની રિફાઇનરી નગરી જામનગરમાં એક કેરીનો બાગ - રિલાયન્સ મેંગો ફાર્મ છે. 600 એકરમાં ફેલાયેલા આ બગીચામાં 1.5 લાખથી વધુ કેરીના ઝાડ છે. તેમાં કેરીની 200 થી વધુ ભારતીય અને વિદેશી જાતો છે, જે વિશ્વની શ્રેષ્ઠ જાતોમાંની એક છે.

જામનગર પાસેના ફાર્મમાં 1 .5 લાખથી વધુ ઝાડ

રિલાયન્સ મેંગો ફાર્મમાં 1.5 લાખથી વધુ કેરીના ઝાડ છે. તેમાં કેરીની 200થી વધુ ભારતીય અને વિદેશી જાતો છે. જે વિશ્વની શ્રેષ્ઠ જાતોમાંની એક છે. તેને રિલાયન્સ ઓર્ચાર્ડ કહેવામાં આવે છે. અહીં ખાસ પ્રકારની કેરી ઉગાડવામાં આવે છે. આ કેરીની અમેરિકા જેવા દેશોમાં ખૂબ માંગ છે. આ જ કારણ છે કે અંબાણી પરિવાર કેરીની નિકાસમાં પણ ટોચ પર પહોંચ્યો છે.

અમેરિકા સૌથી વધુ ભારતીય કેરીનો ઉપયોગ કરે છે

અહેવાલો અનુસાર, દર વર્ષે આ બગીચામાંથી હજારો ટન કેરી અમેરિકા, યુરોપ અને ખાડી દેશોમાં મોકલવામાં આવે છે. આમાં ખાસ કરીને 'હાફૂસ' (આલ્ફોન્સો) અને 'કેસર' જેવી પ્રીમિયમ જાતોનો સમાવેશ થાય છે, ખાસ કરીને આ જાતો સ્વાદ, સુગંધ અને ગુણવત્તા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ફાર્મમાં હાઇ-ટેક ખેતી કરવામાં આવે છે જેમાં ટપક સિંચાઈ, માટીનું નિરીક્ષણ અને ઓર્ગેનિક ખેતી જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેની ગુણવત્તા પણ વિશ્વ કક્ષાની રહે છે. અહીં જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ખેતીમાં રસાયણોનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત છે. આ કારણે, અહીં ઉત્પાદિત ફળો આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે. આ ફાર્મના મધ્યમથી કૃષિ ક્રાંતિ પણ થવા જઈ રહી છે.

નીતા અંબાણી બગીચાની સંભાળ રાખે છે : 1 લાખ છોડ મફત અપાય છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગરમાં તેની રિફાઇનરીમાંથી પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્યથી 1998 માં કેરી રોપવાનું શરૂ કરાયું હતું. કંપનીએ પર્યાવરણનું રક્ષણ કરતી વખતે આ માર્ગ પસંદ કર્યો. ટેકનોલોજીની મદદથી ઉજ્જડ અને ખારી જમીનને ફળદ્રુપ બનાવવામાં આવી. આ બગીચાનું નામ સંસ્થાપક ધીરુભાઈ અંબાણીના નામ પરથી ધીરુભાઈ અંબાણી લખીબાગ અમરાઈ નામ રાખવામાં આવ્યું હતું. નીતા અંબાણી આ બગીચાની સંભાળ રાખે છે અને રિલાયન્સ નજીકના ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે પણ જોડે છે, દર વર્ષે 1 લાખ છોડ મફતમાં વહેંચવામાં આવે છે.


  • Follow us on: