- ઓડિશાની 21 બેઠકો પર મતગણતરી
- બીજેપી 19 બેઠકો પર આગળ હોવાનું આવ્યુ સામે
- NDA હાલ 296 બેઠકો પર આગળ
ઓડિશામાં બીજેપી પાર્ટી મોટાભાગની સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે બીજેડી બીજા સ્થાને છે. જ્યારે કોંગ્રેસ ત્રીજા સ્થાને જોવા મળી રહી છે. ઓડિશાની 21 બેઠકોમાંથી 19 બેઠકો પર બીજેપી જ્યારે એક બેઠક પર બીજેડી અને ઇન્ડિગઠબંધન આગળ ચાલી રહી છે.
ધર્મેન્દ્ર પ્રધાન આગળ
આ વખતે સંબલપુર લોકસભા સીટ પર 76.63 ટકા મતદાન થયું છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સતત આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીની મત ગણતરીમાં તેમને 294409 મત મળ્યા છે.
બોલાંગીર બેઠક પર બીજેપી આગળ
બોલાંગીર લોકસભા સીટ પર બીજેપીની સંગીતા કુમારી સિંહ આગળ ચાલી રહી છે. અત્યાર સુધીની મત ગણતરીમાં તેમને 123731 મત મળ્યા છે. બીજા ક્રમે બીજેડીના સુરેન્દ્ર સિંહ ભોઈ છે, જેમને 85654 વોટ મળ્યા છે. કોંગ્રેસના મનોજ કુમાર મિશ્રા 30976 મતો સાથે ત્રીજા સ્થાને છે.
2019માં બીજેપીને કેટલી બેઠક?
ઓડિશામાં 21 લોકસભા બેઠકો છે, તેમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવારો માટે અનામત મતવિસ્તારોનો સમાવેશ થાય છે. 2019ની ચૂંટણીમાં નવીન પટનાયકની આગેવાની હેઠળના બીજુ જનતા દળ (BJD) એ 12 બેઠકો જીતી, ભારતીય જનતા પાર્ટી (BJP) એ આઠ બેઠકો જીતી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી.