- લગભગ 10 ગામના લોકોને ઓડિશાના બાલાસોર ખસેડવામાં આવ્યા
- ચાંદીપુરના દરિયાકાંઠે સુનિશ્ચિત LC -3 મિસાઇલ પરીક્ષણની તૈયારી
- કુલ 10,851 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા
લગભગ 10 ગામના લોકોને ઓડિશાના બાલાસોર ખસેડવામાં આવ્યા છે. અહીં રહેતા લગભગ 10,581 લોકોને અલગ-અલગ સ્થળોએ મોકલવામાં આવ્યા છે... કારણ મિસાઈલનું પરીક્ષણ છે. 10,000 થી વધુ રહેવાસીઓને બાલાસોર જિલ્લાના ચાંદીપુરના દરિયાકાંઠે સુનિશ્ચિત એલસી -3 મિસાઇલ પરીક્ષણની તૈયારીમાં ખસેડવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર સાડા ત્રણ કિલોમીટરનો વિસ્તાર પરીક્ષણ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે.
વહીવટીતંત્ર અને પોલીસના માર્ગદર્શન હેઠળ દસ ગામોના લોકોને સલામત રાખવા માટે ખસેડવામાં આવી રહ્યા છે. કુલ 10,851 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં કેટલાક ચક્રવાત આશ્રયસ્થાનો અને અન્ય ઓળખાયેલા કેન્દ્રોનો સમાવેશ થાય છે. અહીં દરેકના રહેવા માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે.
22 પ્લાટૂન પોલીસ ફોર્સ
મળતી માહિતી મુજબ આ કેમ્પોમાં મેડિકલ ટીમ, પોલીસ અને ફાયર વિભાગ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિસ્થાપિત લોકોની મદદ માટે દસથી વધુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ ફોર્સની 22 પ્લાટુન પણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. DRDOએ મિસાઈલ પરીક્ષણ માટેની રેન્જ માટે જરૂરી તૈયારીઓ કરી લીધી છે. કોઈપણ મિસાઈલનું પરીક્ષણ કરતા પહેલા રેન્જની તૈયારી કરવામાં આવે છે, જેના હેઠળ ત્યાં રહેતા ગ્રામજનોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવે છે.
ડીએમએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી
મિસાઈલનું પરીક્ષણ ચાંદીપુરની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જના લોન્ચ પેડ 3થી કરવામાં આવશે. જે લોકોને રેન્જમાંથી દૂર કરવામાં આવ્યા છે તેઓ રેન્જની આસપાસના સાડા ત્રણ કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો છે. લોકોને સ્થળાંતર કરતા પહેલા જિલ્લા ડીએમ આશિષ ઠાકરે, એસપી સાગરિકા નાથ અને ડીઆરડીઓ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત આસપાસના ગામોના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.