- રાજકીય ઊથલપાથલ થવાના એંધાણ
- પશુમાં બીમારી આવી શકે એવી ભીતિ
- ચાર રાશિ માટે શુભ, ફળ આપી શકે
આ વખતે નવરાત્રિ પછી શરદપૂનમે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું છે. જેની કુલ આઠ રાશિઓ પર સારી નરસી અસર થવાની છે. એવું જ્યોતિષોનું માનવું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 11 કલાકથી શરૂ થશે જે વહેલી પરોઢે ત્રણ વાગ્યે પૂર્ણ થવાનું છે. આ દરમિયાન ધાર્મિક સ્થાન તમામ બંધ રહેશે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ચાર રાશિવાળા લોકોને શુભ ફળ, અન્ય ચાર રાશિવાળાને મિશ્ર ફળ અને બાકીના ચાર રાશિવાળાને અશુભ ફળ આપે તેવી શક્યતા છે.
ક્યારે છે ચંદ્રગ્રહણ
આગામી 28 ઓક્ટોબરની શરદપૂનમની રાત્રે થનારૂ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ 11 કલાક 31 મિનિટે શરૂ થશે. ભૂમંડલ ગ્રહણ મધ્યરાત્રે 1 કલાક 44 મિનિટ થશે. તારીખ 29 ઓક્ટોબરની વહેલી સવારે 3 કલાક 45 મિનિટે પૂર્ણ થશે. કુલ ગ્રહણી વાત કરવામાં આવે સરેરાશ 4 કલાક સુધી આ ગ્રહણ જોવા મળશે. જેથી ગ્રહણનું સૂતક ભારતીય સમય પ્રમાણે 4 કલાક 15 મિનિટ સુધી લાગી શકે છે. યોગાનુયોગ આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણને કારણે પશુઓમાં બીમારી વધી શકે છે.
ભારત સિવાય પણ જોવા મળશે
ગ્રહણને કારણે રાજકીય ક્ષેત્રે ઉથલપાથલ થઈ શકે છે. શરદપૂનમે થનારૂ આ ગ્રહણ ભારત, ઓસ્ટ્રેલિયા, પૂર્વ અમેરિકા, આફ્રિકા, જાપાન, ચીન સહિતના અન્ય દેશોમાં દેખાશે. શરદપૂનમની રાત્રે થનારૂ ચંદ્રગ્રહણ વૃશ્રિાક, કુંભ, મિથુન અને કર્ક રાશિને શુભ ફળ આપશે. જ્યારે સિંહ, તુલા, ધન અને મીન રાશિવાળા જાતકોને મિશ્ર ફળ આપશે. ત્યારબાદ મેષ, મકર કન્યા અને વૃષભ રાશિવાળા જાતકોને અશુભ ફળ આપે તો નવાઈ નહીં. હાલમાં જ અમાસે સૂર્યગ્રહણ બાદ હવે ચંદ્રગ્રહણના કારણે મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે.