- લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્ટિવ
- પશ્ચિમ બંગાળની 3 બેઠક માટે ઉમેદવારો જાહેર
- પ્રદિપ વિશ્વાસ પર કોંગ્રેસે બનગાંવથી ઉમેદવાર કર્યા જાહેર
વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી બહાર પાડી છે. પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમાં પાર્ટીના જૂના નેતા પ્રદીપ બિશ્વાસને બનગાંવની આરક્ષિત લોકસભા સીટ પર ટિકિટ આપવામાં આવી છે. અહીંથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુર છે.
આ 2 બેઠકો પર કોણ ઉમેદવાર
બનગાંવ એ બાંગ્લાદેશના "મટુઆ" શરણાર્થી સમુદાયનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, જેઓ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નાગરિકતા સુધારા કાયદા (CAA) ના અમલીકરણ પછી ખુશ છે. આ સિવાય કોંગ્રેસે હાવડા જિલ્લાની ઉલુબેરિયા લોકસભા સીટ માટે અઝહર મલિકને ઉમેદવાર બનાવ્યો છે. જ્યારે ડૉ.પાપિયા ચક્રવર્તીને ઘાટલ લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસે 240 ઉમેદવારોની જાહેરાત કરી છે
રવિવારે કોંગ્રેસે ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે દેશભરમાં 240 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે દેશભરમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં ક્યારે કઇ બેઠક પર મતદાન ?
- પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકો માટે 7 તબક્કામાં મતદાન થશે, જેમાં પ્રથમ તબક્કા (19 એપ્રિલ)માં કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડીની બેઠકોનો સમાવેશ થાય છે.
- બીજા તબક્કામાં એટલે કે 26મી એપ્રિલે દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટ બેઠકો પર મતદાન થશે.
- ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના લદા ઉત્તર, માલદા દક્ષિણ, જાંગીપુર અને મુર્શિદાબાદમાં મતદાન થશે. ચોથા તબક્કામાં એટલે કે 13 મેના રોજ બહેરામપુર, કૃષ્ણનગર, રાણાઘાટ, બર્ધમાન પૂર્વ, બર્ધમાન-દુર્ગાપુર, આસનસોલ, ભોલપુર અને બીરભૂમમાં મતદાન થશે.
- 20મે ના રોજ મતદાનના પાંચમા તબક્કામાં બનગાંવ, બેરકપુર, હાવડા, ઉલુબેરિયા, શ્રીરામપુર, હુગલી અને આરામબાગનો સમાવેશ થાય છે
- છઠ્ઠા તબક્કામાં (25 મે), તમલુક, કાંઠી, ઘાટલ, ઝારગ્રામ, મેદિનીપુર, પુરુલિયા, બાંકુરા અને વિષ્ણાપુરમાં મતદાન થશે.
- સાતમા એટલે કે છેલ્લા તબક્કામાં 1 જૂને દમદમ, બારાસત, બસીરહાટ, જયનગર, મથુરાપુર, ડાયમંડ હાર્બર, જાદવપુર, કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તરમાં મતદાન થશે.