ભારતીય સુરક્ષા દળોએ આજે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓના ઠેકાણો નષ્ટ કર્યા. ભારતે ગઈકાલે રાત્રે આતંકવાદીઓના કુલ ૯ ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. જે નવ સ્થળોએ હુમલો થયો હતો તેમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે. પાકિસ્તાનમાં બહાવલપુર, મુરિદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે. ભારતે એરસ્ટ્રાઈક કર્યા બાદ ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ ભારતીય પાઇલટ્સ અને ફાઇટર જેટ સુરક્ષિત રીતે બેઝ પર પાછા ફર્યા હતા. ભારતની સેનાએ આતંકવાદ સામે હાથ ધરેલ સર્જીકલ સ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે. 


ઓપરેશન સિંદૂર ગુગલ પર સર્ચમાં ટ્રેન્ડ 

પહલગામ હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર ચાલુ રહ્યુ છે. ત્યારે પાકિસ્તાનના લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળ્યો છે. પાકિસ્તાનીઓ ગૂગલ પર ઓપરેશન સિંદૂર વિશે સર્ચ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂર, ઇન્ડિયા ઓપરેશન સિંદૂર, સિંદૂર એટેક, ઓપરેશન સિંદૂર શું છે જેવા શબ્દો સર્ચ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ત્યાંના લોકો સિંદૂરનો અર્થ જાણવા માટે ગુગલની મદદ લઈ રહ્યા છે. અત્યારે, ત્યાં સિંદૂર શું છે, સિંદૂરનો અર્થ વગેરે જેવા કીવર્ડ્સ સર્ચ કરવામાં આવી રહ્યા છે. 


અત્યારે દુનિયાના તમામ દેશોની ભારતની સર્જીકલ સ્ટ્રાઈક પર નજર છે. અને ગુગલ પર ભારત સંબંધિત જુદા જુદા શબ્દો Search થઈ રહ્યા છે. ગુગલ ટ્રેન્ડ્સના રિપોર્ટ મુજબ, ઇન્ડિયા એટેક બહાવલપુર, ઇન્ડિયા એટેક ઓન પાકિસ્તાન ટુડે, ઇન્ડિયા એટેક ઓન બહાવલપુર, ઇન્ડિયા એટેક્ડ ઓન પાકિસ્તાન, ઇન્ડિયા સ્ટ્રાઇક્સ પાકિસ્તાન જેવા કીવર્ડ્સ સર્ચ કરવામાં આવી રહ્યા છે. 

આતંકવાદનો ભારતનો જડબાતોડ જવાબ

પહેલગામ હુમલાના 15 દિવસ પછી, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. બુધવારે રાત્રે 1.30 વાગ્યે બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં 'ઓપરેશન સિંદૂર' હેઠળ હુમલા કરવામાં આવ્યા હતા. આ એ જ ઠેકાણા છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો. ભારતે પાકિસ્તાનના લશ્કર અને જૈશના મુખ્યાલયનો નાશ કર્યો છે. પાકિસ્તાનનું ૧૨મું સૌથી મોટું શહેર, બહાવલપુર, જૈશ-એ-મોહમ્મદનો ગઢ છે. આ શહેર લાહોરથી લગભગ 400 કિમી દૂર છે અને જૈશનું મુખ્ય મથક 'જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ' કેમ્પસમાં આવેલું છે, જેને ઉસ્માન-ઓ-અલી કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જૈશના સ્થાપક મૌલાના મસૂદ અઝહર બહાવલપુરના રહેવાસી છે.

પીએમ મોદીએ આપ્યું નામ

પાકિસ્તાન પર આટલા મોટા હુમલાનો અંતિમ નિર્ણય લેનાર અને ઓપરેશન સિંદૂરની કમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સંભાળી હતી. જ્યારે આ સર્જીકલ સ્ટ્રાઈકનું નામ 'ઓપરેશન સિંદૂર' વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવ્યું હતું. કારણ કે પહલગામમાં પ્રવાસીઓને ઠાર કરવામાં આવ્યા તેમાં મોટાભાગના પુરુષો હતો. આતંકવાદીઓએ ભારતીય સ્ત્રીઓના માંગમાથી સિંદૂર દૂર કરતા આ સ્ટ્રાઈકનું નામ ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું.

  • Follow us on: