- રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે સરકારને કર્યા સવાલ
- ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સૌથી વધારે પેપર લીક થયા
- દેશમાં સતત પેપર લીક થઈ રહ્યા છે: NSUI
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક પર સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેપર લીક રોકી શકતા નથી. તેમને કહ્યું કે આ મુદ્દાને સંસદમાં ઉઠાવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે નીટના પેપર લીક થયા છે અને યુજીસીના પેપર કેન્સલ પણ થયા છે. કહેવામાં આવી રહ્યું હતુ કે નરેન્દ્ર મોદીએ રશિયા અને યૂક્રેનની વચ્ચે લડાઈ અટકાવી દીધી હતી. ઈઝરાયેલ અને ગાઝાની લડાઈ પણ અટકાવી દીધી હતી પણ ભારતમાં પેપર લીકને નરેન્દ્ર મોદી રોકી શકતા નથી. ભારતીય વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે અને તેમના ભવિષ્ય સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષણના સંગઠન પર એક સંગઠને કબ્જો કરી રાખ્યો છે. દરેક પોસ્ટ પર આ સંગઠનનો કબ્જો છે. તેને બદલવો પડશે. ચૂંટણી ઘોષણા પત્રમાં સાફ કહ્યું છે કે કડક કાર્યવાહી થવી જોઈએ. વિશ્વવિદ્યાલયના નિયમોને આંકલન કરવા પડશે. વિપક્ષ દબાણ આપીને આ બે કામ સરકાર પાસે કરાવવાના પ્રયત્ન કરશે.
પેપર લીક સામે કાર્યવાહી થવી જોઈએ
રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ માટે બહુ ઓછા રસ્તા છે. અગાઉ રોજગારીની તકો ખતમ થઈ ગઈ હતી. હવે પરીક્ષાઓમાં કૌભાંડ થઈ રહ્યા છે. યુવાનો પાસે કોઈ રસ્તો બચ્યો નથી. તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે આ બાબતની કડક તપાસ થવી જોઈએ, જે પણ પેપર લીક થયું છે. તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે કડક કાયદા હોવા જોઈએ. જો તમે મેરિટના આધારે નોકરી નહીં આપો. અયોગ્ય લોકોને વાઈસ ચાન્સેલર બનાવશો. પરીક્ષા આપતી સંસ્થામાં તમે અમારા આદર્શના લોકોને બેસાડશો. તેના માટે તે જવાબદાર છે.
કોંગ્રેસ સાંસદે કહ્યું કે તેનું મુખ્ય કારણ એ છે કે એવા લોકોને પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે જેઓ લાયકાત ધરાવતા નથી. અગાઉ તેનું મૂળ કેન્દ્ર મધ્યપ્રદેશ હતું. ભાજપના લોકો કહે છે કે તેની લેબ્રોરેટરી ગુજરાત અને મધ્યપ્રદેશમાં છે. જ્યાં સુધી ભારતની સંસ્થાઓ તેમના હાથમાંથી છીનવાશે નહીં, ત્યાં સુધી તે વધતી રહેશે.
વિપક્ષ સરકારને આંખ આડા કાન કરવા દેશે નહીં
રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે ક્લીનચીટ આપવી જોઈએ. તેનો કોઈ અર્થ નથી. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની તેમની મુલાકાત દરમિયાન મોટાભાગના પેપર લીક થયા હતા. તેમણે કહ્યું કે તેઓ આવી કાર્યવાહી કરવા દેશે નહીં. વિપક્ષ સરકારને આંખ આડા કાન કરવા દેશે નહીં.
તેમણે કહ્યું કે વડાપ્રધાનને હવે ડર ખતમ થઈ ગયો છે. તેમની પાર્ટીમાં સમસ્યા છે. નરેન્દ્ર મોદીના કન્સેપ્ટે વિપક્ષને પુરો કરી દીધો. હવે વાજપેયી જેવા નેતા હોત, મનમોહન સિંહ જેવા નેતા હોત તો કામ પાર પાડી શક્યા હોત, પરંતુ નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી. ખૂબ જ મજબૂત વિપક્ષ છે.
શિક્ષણ પ્રધાનના ઘરની બહાર કર્યુ પ્રદર્શન
આ પહેલા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના સમર્થકોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. એનએસયુઆઈએ કહ્યું કે દેશમાં સતત પેપર લીક થઈ રહ્યા છે. અગાઉ જ્યાં NEET પેપર લીકના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર હતું ત્યાં હવે UGC-NETની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા આ અન્યાયના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યા.