• લોકસભામાં વિપક્ષના સાંસદે મંત્રીના કર્યા વખાણ
  • કહ્યું તમારા જેવા અન્ય મંત્રી બને તો દેશ બચી જશે
  • નીતિન ગડકરીના કામથી થયા પ્રભાવિત

હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ક્યારેક વિપક્ષ દ્વારા ક્યારેક શાંતિ પૂર્ણ માહોલમાં તો ક્યારેક હોબાળો કરવામાં આવે છે. ત્યારે આજે લોકસભામાં વિપક્ષનો એક અલગ અંદાજ જોવા મળ્યો. વિપક્ષના સાંસદે આજે મોદી સરકારના મંત્રીના જાહેરમાં વખાણ કર્યા. આવો જાણીએ કોણ છે આ વિપક્ષના સાંસદ અને કયા મંત્રીના કર્યા વખાણ.

વિપક્ષી સાંસદે કર્યા વખાણ

ગુરુવારે જ્યારે સંસદની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે વિપક્ષના એક સાંસદે લોકસભામાં ખુલ્લેઆમ નીતિન ગડકરીના વખાણ કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે જો તમામ મંત્રીઓ તેમના જેવા બની જશે તો દેશ બચી જશે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના કામના વખાણ કરતા લોકસભામાં કહ્યું હતું કે જો સરકારના તમામ મંત્રીઓ તેમના જેવા બની જશે તો દેશ બચી જશે. ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને લગતા પૂરક પ્રશ્નો પૂછતી વખતે કીર્તિ આઝાદે આ ટિપ્પણી કરી હતી.

જાહેરમાં મંત્રીના કર્યા વખાણ

પશ્ચિમ બંગાળના વર્ધમાન દુર્ગાપુરથી લોકસભાના સભ્ય કિર્તી આઝાદે કહ્યું, માત્ર હું જ નહીં, સમગ્ર ગૃહ ગડકરીના કામ કરવાની રીતથી પ્રભાવિત છે. જો અન્ય મંત્રીઓ પણ આવા બનશે તો જ દેશ બચી જશે.'' તેમના નિવેદન બાદ ઘણા સભ્યોએ ટેબલ થપથપાવ્યું હતું.


જો કે આવુ પહેલીવાર જોવા નથી મળ્યું કે વિપક્ષી દળો દ્વારા નીતિન ગડકરીની પ્રશંસા કરવામાં આવી હોય. આ પહેલા પણ અનેક વિપક્ષી દળોએ તેમની સરખામણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી છે. તેમને મોદી બાદ ભાજપમાં વડાપ્રધાન પદ માટે સક્ષમ ઉમેદવાર ગણાવ્યા છે.


  • Follow us on: