• સંસદનું આગામી સત્ર 22મી જુલાઈથી શરૂ થશે
  • સત્રમાં રજૂ કરવા અને પસાર કરવાના 6 બિલ રજૂ કરશે
  • સંસદનું સત્ર પહેલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની રચના

સંસદનું આગામી સત્ર 22મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે, જે 12મી ઓગસ્ટ સુધી ચાલશે. સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે NEET સહિતના અન્ય મુદ્દાઓને લઈને છેલ્લા સત્રમાં જે હંગામો થયો હતો તે આ સત્રમાં ન થાય. જો કે વિપક્ષ સંસદમાં સરકારને ઘેરવા માટે કમર કસી ગયો છે.

સંસદનું આગામી સત્ર 22મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે, જે 12મી ઓગસ્ટ સુધી ચાલશે. લોકસભા ચૂંટણીમાં સંખ્યામાં થયેલા વધારાથી ઉત્સાહિત વિપક્ષી પાર્ટીઓ છેલ્લા સત્રની જેમ સરકારને ઘેરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. તેથી સંસદનું કામકાજ સુચારૂ રીતે ચલાવવા માટે સરકારે 21 જુલાઈ, રવિવારના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર વતી સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજર રહેશે. વિપક્ષ તરફથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત તમામ પક્ષોના ફ્લોર લીડર હાજર રહેશે.

સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે NEET સહિતના અન્ય મુદ્દાઓને લઈને છેલ્લા સત્રમાં જે હંગામો થયો હતો તે આ સત્રમાં ન થાય. જો કે વિપક્ષે પણ સંસદમાં સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ સહિત મોટા ભાગના વિપક્ષી દળો મોંઘવારી, ટ્રેન દુર્ઘટના, અગ્નિવીર, જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકવાદી હુમલામાં જવાનોની શહીદી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

કેન્દ્ર સરકાર આ 6 બિલ રજૂ કરશે

આ સિવાય સરકારે આ સત્ર દરમિયાન રજૂ કરવા અને પસાર કરવાના 6 બિલોની યાદી આપી છે. ફાયનાન્સ બિલ ઉપરાંત, લિસ્ટેડ બિલ્સમાં ફાયનાન્સ બિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલ, બોઇલર્સ બિલ, ઇન્ડિયન એરક્રાફ્ટ બિલ, કોફી પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલ અને રબર પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલનો સમાવેશ થાય છે. લોકસભા સ્પીકરે સત્ર પહેલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની પણ રચના કરી છે.

તેના અધ્યક્ષ લોકસભા સ્પીકર ઓમ બિરલા છે. આ સમિતિ લોકસભાનું કામ, ચર્ચાનો સમય વગેરે નક્કી કરે છે. આ સમિતિમાં વિવિધ પક્ષોના 14 સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ તરફથી નિશિકાંત દુબે, અનુરાગ સિંહ ઠાકુર, ભર્ત્રીહરિ મહતાબ, પી.પી. ચૌધરી, બિજયંત પાંડા, ડૉ.સંજય જયસ્વાલને સમિતિમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી કે. સુરેશ, ગૌરવ ગોગોઈ, TMC તરફથી સુદીપ બંદોપાધ્યાય, DMK તરફથી દયાનિધિ મારન, શિવસેના UBT તરફથી અરવિંદ સાવંતને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

  • Follow us on: