- સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનુ અભિભાષણ
- પીએમ મોદીએ કહ્યું પ્રગતિ અને સુશાસનનો રોડમેપ
- જયંત ચૌધરીએ કહ્યુ ખૂબ સકારાત્મક સંદેશો આપ્યો
લોકસભાના સંસદ સત્રમાં આજે રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યુ હતું. રાષ્ટ્રપતિએ સદનના બંને ગૃહોને સંબોધન કર્યુ હતું. તેમણે મોદી સરકાર 3.0ના એજન્ડાને લઇને મહત્વનું સંબોધન કર્યું હતુ. ત્યારે આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
એકતાનો સંદેશ આપ્યો- પીએમ મોદી
પીએમ મોદીએ ગુરુવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંસદના બંને ગૃહોને સંબોધન પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરે છે.તેમણે કહ્યું કે તેમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલી પ્રગતિ અને તેની ભવિષ્યની સંભાવનાઓનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ પોસ્ટ કરતા કહ્યું કે આપણા નાગરિકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે આપણે સામૂહિક રીતે જે પડકારોનો સામનો કરવો પડશે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના સંબોધનમાં કેટલાક મુખ્ય પડકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેને આપણે આપણા નાગરિકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે સામૂહિક રીતે દૂર કરવાના છે.
ખૂબ સકારાત્મક સંદેશો આપ્યો - જયંત ચૌધરી
કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ ખુબ સકારાત્મક સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિએ એકતાનો સંદેશ આપ્યો હતો અને દેશને આગળ લઈ જવાનો સંદેશ આપ્યો હતો અને 2047 સુધીમાં આપણે તેને કેવી રીતે વિકસિત દેશ બનાવી શકીએ છીએ. તેમણે સ્પષ્ટ દ્રષ્ટિ અને સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. અમારી લોકશાહી સંસ્થાઓ મજબૂત છે, અમને તેના પર ગર્વ છે.
રામદાસ આઠવલેએ શું કહ્યું ?
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં સરકારના નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બજેટ દ્વારા નવી યોજનાઓ આવશે પરંતુ વિપક્ષની ટીકા કરવાનો કોઈ અર્થ નથી. રાષ્ટ્રપતિનું સંબોધન સારું હતું...વિપક્ષના આરોપોમાં કોઈ તથ્ય નથી.