- રાજ્યસભામાં આજે વિપક્ષે કર્યો હોબાળો
- વિપક્ષે સદનમાંથી કર્યુ વૉકઆઉટ
- નેતા પ્રતિપક્ષનો વ્યવહાર જોઇને ભડક્યા શિવરાજસિંહ
રાજ્યસભામાં આજે વિપક્ષે હોબાળો કર્યો. વિપક્ષી નેતાઓએ સદનમાંથી વોક આઉટ કર્યુ હતું. વિપક્ષના નેતાનું આવું વર્તન જોઈને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભડક્યા હતા. તેમણે ગૃહમાં આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મેં આવું અભદ્ર વર્તન ક્યારેય જોયુ નથી. સાથે જ તેમણે વિપક્ષે માફી માગવી જોઇએ તેવી પણ માગ કરી હતી.
આવુ અભદ્ર વર્તન મે મારા જીવનમાં જોયુ નથી-શિવરાજસિંહ ચૌહાણ
સદનમાં વિપક્ષનું આવુ વર્તન જોઇને શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ સદન ઇંટો અને સિમેન્ટનું નથી બન્યુ. લોકતંત્રનું આ પવિત્ર મંદિર છે. હું 6 વખત લોકસભા અને 6 વખત વિધાનસભાનો સભ્ય રહ્યો છું. હું 12 વખત વિધાનસભા કે લોકસભામાં આવ્યો છું પરંતુ વિપક્ષનું આવું અભદ્ર વર્તન મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી. તેમણે આગળ કહ્યું વિપક્ષનું આવુ વર્તન જોઇને મન પીડાથી ભરાઇ ગયુ છે. આ માત્ર
આ લોકશાહીનું અપમાન છે- શિવરાજસિંહ ચૌહાણ
આજે મન વ્યથિત છે, પીડાથી ભરેલું છે. આ માત્ર સભાપતિનું અપમાન નથી પરંતુ દેશના લોકતાંત્રિક મૂલ્યોનું અપમાન છે. આ લોકશાહીનું અપમાન છે. આ બંધારણનું અપમાન છે.
વિપક્ષે માફી માંગવી જોઈએ
શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે આજે સાબિત થઈ ગયું છે કે બેજવાબદાર વિપક્ષ દેશને અરાજકતામાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે અમે જવાબ માટે આવીએ છીએ, ત્યારે અમે માત્ર પ્રશ્નકર્તાને જ જવાબ આપતા નથી, અમે જનતા માટે પણ તે જવાબ આપીએ છીએ. પરંતુ આજે પ્રશ્નકાળમાં જે વર્તન દર્શાવવામાં આવ્યું છે તેનું ખરેખર બીજું કોઈ ઉદાહરણ નથી. વિપક્ષે આ માટે માફી માંગવી જોઈએ. તેણે આખા ગૃહને શરમમાં મૂક્યુ છે દેશને શરમાવ્યો છે.