સંસદના શિયાળુસત્રનો આજે 14મો દિવસ છે. ત્યારે વાત કરીએ રાજ્યસભાની તો અહીં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ પણ વિપક્ષ પર ગુસ્સે થયા હતા


રાજ્યસભામાં હોબાળો

જગદીપ ધનખડે કહ્યું કે તમે ખેડૂતના પુત્ર તરીકે સહન કરી શકતા નથી. તેના પર કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ જવાબ આપ્યો કે જો તમે ખેડૂતના પુત્ર છો તો હું શ્રમિકનો પુત્ર છું. ભારે હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

જગદીપ ધનખડ-ખડગે વચ્ચે બોલાચાલી 

તેમણે વધુમાં કહ્યું કે તમે કહો છો કે અમે ખેડૂતના પુત્રનું અપમાન કરી રહ્યા છીએ, તો હું કહેવા માંગુ છું કે હું મજૂરનો પુત્ર છું. ખડગેએ કહ્યું કે અમે અહીં તમારા વખાણ સાંભળવા નથી આવ્યા. આના જવાબમાં ધનખરે કહ્યું, "હું જાણું છું કે તમે કોના વખાણ કરવા માંગો છો."

મેં બહુ સહન કર્યું: ધનખડ 

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે ગૃહમાં તેમની વિરુદ્ધ લાવવામાં આવી રહેલા અવિશ્વાસ પ્રસ્તાવ અને પક્ષપાતી વલણ પર કહ્યું કે હું તમને વિચારવાનું કહું છું. તમારી બોડી લેંગ્વેજ જુઓ અને તમે શું બોલો છો તેના પર ધ્યાન આપો. મેં બહુ સહન કર્યું. આજનો ખેડૂત માત્ર ખેતી પૂરતો મર્યાદિત નથી. તેમણે વધુમાં કહ્યું, કે પહેલા તમે લોકો નિયમો વાંચો, જો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે તો તે 14 દિવસમાં આવશે. તેણે કહ્યું, “હું તમને વિનંતી કરું છું કે તમે સમય કાઢીને મને મળો. જો નહીં આવો તો હું  તમને મળવા આવીશ. 

હું નબળો પડીશ નહીં: ધનખડ

રાજ્યસભામાં આજે પણ હોબાળો ચાલુ રહ્યો હતો જેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખડ વિપક્ષના વર્તન પર ગુસ્સે થઈ ગયા હતા. તેણે કહ્યું, “હું એક ખેડૂતનો દીકરો છું અને હું કમજોર નહીં રહીશ. હું આ દેશ માટે મરીશ. તમે વિચારશો નહીં અને માત્ર આશ્ચર્ય થશે કે ખેડૂતનો પુત્ર આ પોસ્ટ પર કેમ બેઠો છે.


  • Follow us on: