- પશ્ચિમ બંગાળમાં EDની ટીમ પર થયેલા હુમલા મામલે કાર્યવાહી
- PDS કૌભાંડ મામલે EDએ કર્યો દાવો
- રૂપિયા 9,000-10,000 કરોડથી વધુની છેડછાડ: ED
પશ્ચિમ બંગાળમાં EDની ટીમ પર થયેલા હુમલામાં તપાસ એજન્સીએ ગંભીર આરોપ લગાવ્યા છે. EDએ કહ્યું કે, બંગાળ પોલીસે સંદેશખલીમાં સર્ચ પાર્ટી પરના હુમલામાં જામીનપાત્ર, બિન-સૂચનાપાત્ર ગુના હેઠળ FRI નોંધી છે. FRIની કોપી પણ ED સાથે શેર કરવામાં આવી નથી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
PDS કૌભાંડ મામલે EDએ ચોકાવનારો ખુલાસો કર્યો
પશ્ચિમ બંગાળમાં PDS કૌભાંડ મામલે EDએ દાવો કર્યો છે કે, સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હોવા છતા, ભીડે તૃણમૂલ કોંગ્રેસના નેતા શંકર આદ્યની ધરપકડ દરમિયાન તેમની ટીમ પર હુમલો કર્યો. આ ઘટનામાં FIR પણ નોંધવામાં આવી હતી. EDએ દાવો કર્યો છે કે, PDS કૌભાંડ મામલે પ.બંગાળમાં તપાસ હાથ ધરી છે. જેમાં એક શંકાસ્પદ દ્વારા ટ્રાન્સફર કરાયેલા ગુનાની રકમ રૂ. 9,000-10,000 કરોડ જેટલી હોવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
પશ્ચિમ બંગાળમાં EDના દરોડા અને તેના અધિકારીઓ પર હુમલાને લઈને રાજકારણ ચાલી રહ્યું છે. દરમિયાન સોમવારે મામલો કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યો હતો. આ મામલે ગુરુવારે સુનાવણી થઈ શકે છે. તે જ સમયે, ઘટનાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં, આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. ભાજપ આ મામલે શાસક ટીએમસીને દોષી ઠેરવી રહી છે. જોકે ગત શુક્રવારે ED પશ્ચિમ બંગાળના રાશન કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન ED અધિકારીઓના વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ આરોપ TMC નેતા શાહજહાં શેખના સમર્થકો પર લગાવવામાં આવ્યો હતો. અધિકારીઓ પર હુમલા બાદ રાજ્યપાલ સીવી આનંદ બોઝે મમતા સરકારને કાયદો અને વ્યવસ્થા સંભાળવા સૂચના આપી છે.