• નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન
  • પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યુ ઉદ્ઘાટન
  • એસ જયશંકર સહિત 7 દેશોના રાજદૂત રહ્યા હાજર 

બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું . આ પ્રસંગે વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત 7 દેશોના રાજદૂત હાજર રહ્યા હતા. મહત્વનું છે ભારત અને પૂર્વ એશિયા સમિટ દેશો વચ્ચે સંયુક્ત સહયોગ તરીકે યુનિવર્સિટીની કલ્પના કરવામાં આવી છે.

ભારતના સામર્થ્યનો પરિચય કરાવશે- પીએમ મોદી

આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા શપથ ગ્રહણ કર્યા બાદ 10 દિવસમાં નાલંદા આવવાનો અવસર મળ્યો  તે મારું સૌભાગ્ય છે  નાલંદા માત્ર નામ નથી. નાલંદા એક ઓળખ છે એક સન્માન છે. એક મંત્ર છે ગૌરવ છે ગાથા છે તેમ જણાવ્યું. આગની લપેટોમાં પુસ્તકો ભલે બળી જાય પરંતુ આગની જ્વાળાઓ જ્ઞાનને ભૂંસી ન શકે.  નાલંદા વિશ્વવિદ્યાલયની પુર્ન સ્થાપના સ્વર્ણિમ યુગની શરૂઆત છે. આ નવુ કેમ્પસ વિશ્વને ભારતના સામર્થ્યનો પરિચય કરાવશે. નાલંદા માત્ર ભારતના ભૂતકાળનું પુર્ન જાગરણ નથી. એશિયાના દેશોનો વિરાસત જોડાયેલી છે. સાથી દેશોની ભાગીદારી રહી છે જેથી આ અવસર પર તેમનું અભિનંદન કરુ છું.


વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવે છે તે જોઇને આનંદ થયો

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "આપણે બધા જાણીએ છીએ કે નાલંદા એક સમયે ભારતની પરંપરા અને ઓળખનું જીવંત કેન્દ્ર હતું... શિક્ષણ વિશે આ ભારતની વિચારસરણી છે... શિક્ષણ આપણને આકાર આપે છે, વિચારો આપે છે. પ્રાચીન નાલંદામાં, બાળકોને તેમની ઓળખ અથવા રાષ્ટ્રીયતાના આધારે પ્રવેશ આપવામાં આવતો ન હતો, અહીં નાલંદા યુનિવર્સિટીના આ નવા કેમ્પસમાં આપણે તે જ પ્રાચીન સિસ્ટમને ફરીથી મજબૂત બનાવવાની છે. આજે વિશ્વના ઘણા દેશોમાંથી ઘણા વિદ્યાર્થીઓ અહીં આવવા લાગ્યા છે તે જોઈને આનંદ થયો.



  • Follow us on: