- નાલંદા યુનિવર્સિટીના નવા પરિસરનું ઉદ્ઘાટન
- પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યુ ઉદ્ઘાટન
- 17 દેશોના રાજદૂત ઉદ્ઘાટન સમારોહમાં સામેલ
પીએમ મોદીના હસ્તે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યુ. પીએમ મોદીએ 7 દેશોના રાજદૂતોની હાજરીમાં નવા કેમ્પસને ખુલ્લુ મૂક્યુ છે. મહત્વનું છે કે PM મોદી આજે બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેઓ નવા કેમ્પસનું લોકાર્પણ કરતા પહેલા પ્રાચીન પરિસરમાં ભ્રમણ કરતા જોવા મળ્યા હતા.
17 દેશોના રાજદૂત રહ્યા હાજર
કેમ્પસના ઉદ્ઘાટન માટે આયોજિત કાર્યક્રમમાં બિહારના સીએમ, વિદેશ મંત્રી એસ જયશંકર અને 17 દેશોના રાજદૂતો હાજર રહ્યા. મહત્વનું છે કે 2016 માં નાલંદાના અવશેષોને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ 2017 માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું.
ક્યાં બનાવ્યુ છે નવુ કેમ્પસ?
યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન અવશેષોની જગ્યા પાસે બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, 2010 દ્વારા કરવામાં આવી છે. 2007માં ફિલિપાઈન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે આ અધિનિયમની સ્થાપના કરવામાં આવી હતી.
વિદેશી વિદ્યાર્થીઓ માટે 137 શિષ્યવૃત્તિ
ભારત ઉપરાંત, નાલંદા યુનિવર્સિટીમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂટાન, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓસ, મોરેશિયસ, મ્યાનમાર, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, થાઇલેન્ડ અને વિયેતનામ જેવા અન્ય 17 દેશોની ભાગીદારી છે. આ દેશોએ યુનિવર્સિટીના સમર્થનમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત આવતા સત્રમાં ઘણા દેશોના વિદ્યાર્થીઓએ પીએચડી કોર્સ માટે અરજી કરી છે. નાલંદા યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 137 શિષ્યવૃત્તિઓ રાખવામાં આવી છે. બૌદ્ધ અધ્યયન, તત્વજ્ઞાન, તુલનાત્મક ધાર્મિક અધ્યયન, ઇતિહાસ, ઇકોલોજી અને પર્યાવરણીય અધ્યયન અને સંચાલન માટે યુનિવર્સિટીમાં અલગ-અલગ શાળાઓ બનાવવામાં આવી છે.
કેવુ છે નાલંદા યુનિવર્સિટીનું કેમ્પસ?
- નાલંદા યુનિવર્સિટી પાસે બે શૈક્ષણિક બ્લોક છે, જેમાં 40 વર્ગખંડો છે.
- કુલ 1900 બાળકો માટે બેઠક વ્યવસ્થા છે.
- યુનિવર્સિટી પાસે બે ઓડિટોરિયમ પણ છે જેમાં 300 બેઠકો છે.
- આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફીથિયેટર પણ બનાવવામાં આવ્યું છે
- 2 હજાર લોકો બેસી શકે તેટલી થિયેટરની કેપેસિટી
- વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ
- પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિઓ અને શિક્ષણ અહીં થાય
- કેમ્પસમાં પાણીને રિસાયકલ કરવા માટેનો પ્લાન્ટ છે
- 100 એકરની વોટર બોડી સહિત પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ
- નવા કેમ્પસમાં 2 એકેડેમિક બ્લોક છે
- 1900 વિદ્યાર્થીઓની બેઠક ક્ષમતા
- 550 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી હોસ્ટેલ
- 2000 લોકોની ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર
- 3 લાખ પુસ્તકોની ક્ષમતા સાથેનું પુસ્તકાલય
- નેટ ઝીરો ગ્રીન કેમ્પસ