• 21 જૂને PM મોદી શ્રીનગરની મુલાકાત લેશે
  • શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેશે
  • ‘આપણા અને આપણા સમાજ માટે યોગ’ થીમ પર આયોજન

21 જૂને ઇન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ 10મો યોગ દિવસ છે. ત્યારે આ વખતે પીએમ મોદી શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણી કરશે. તેઓ 21 જૂને શ્રીનગરની મુલાકાત લેશે. આ વખતે યોગની થીમ છે આપણા અને આપણા સમાજ માટે યોગ.

20 અને 21 બે દિવસ જમ્મુ કાશ્મીરના પ્રવાસે

મહત્વનું છે કે પીએમ મોદી ત્રીજી વખત પીએમ બન્યા બાદ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવાના છે. તેઓ 20 અને 21 જૂન એમ બે દિવસ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેઓ 20 જૂને સાંજે 6 કલાકે યુવાનો માટેના એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ સેન્ટરમાં યોજાશે. તેઓ 21 જૂનના રોજ સવારે 6:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે.

સુરક્ષાને લઇને તૈયારીઓ તેજ

પીએમ મોદીની શ્રીનગર મુલાકાતને ધ્યાને રાખીને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રશાસન અને સુરક્ષા ગ્રીડને કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે તેમણે જમ્મુ-કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલને કાર્યક્રમ માટે ખેલાડીઓને લાવવા માટે કહ્યું છે. 



  • Follow us on: