- કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી
- બેંગલુરુમાં સ્થિત HALની પણ મુલાકાત લીધી હતી
- ભારતીય વાયુસેના, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન
PM નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. એટલું જ નહીં, તેમણે બેંગલુરુમાં સ્થિત HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ફેસિલિટીની પણ મુલાકાત લીધી હતી. તેજસ ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું એક હળવું અને બહુ-રોલ જેટ ફાઈટર એરક્રાફ્ટ છે. તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસિત એક સીટ અને એક જેટ એન્જિન સાથેનું બહુ-ભૂમિકાનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે. મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર સતત ભાર આપી રહી છે. તેમણે ઘણીવાર માહિતગાર કર્યા છે કે કેવી રીતે તેમની સરકારે ભારતમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ભારતીય વાયુસેના, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન.
ઘણા દેશો તેજસ ખરીદવા માંગે છે
કેટલાક દેશોએ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે અને યુએસ ડિફેન્સ જાયન્ટ GE એરોસ્પેસે વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન MK-II તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે HAL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. 15,920 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે દેશ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં 12 અદ્યતન Su-30MKI ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે સરકારી માલિકીની HALને ટેન્ડર બહાર પાડ્યું હતું.

તેજસમાં ઉડાનભરતા ગર્વ થયો : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યુ કે ભારતીય વાયુસેના, ડીઆરડીઓ અને એચએએલ તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન.'' તેમણે બીજી પોસ્ટમાં કહ્યું, 'તેજસ પર સફળતાપૂર્વક ફ્લાઇટ પૂર્ણ કરી. આ અનુભવ અવિશ્વસનીય રીતે સમૃદ્ધ કરનારો હતો, જેણે આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારા આત્મવિશ્વાસને નોંધપાત્ર રીતે વધાર્યો અને મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગર્વ અને આશાવાદની ભાવના જગાડી.