• જમ્મુ -કાશ્મીરની સુરક્ષાને લઈ PM મોદીની સમિક્ષા કરી
  • આતંકી પ્રવૃતિઓ અને આતંકી ષડયંત્રોને ડામવા માટે એલર્ટ
  • BSF, CRPF સહિતની કંપનીઓને એલર્ટ રહેવા સૂચના

જમ્મુ -કાશ્મીરની સુરક્ષાને લઈ PM મોદીએ NSA અને અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક કરી છે. જેમાં ખાસ કરીને આતંકી પ્રવૃતિઓ અને આતંકી ષડયંત્રોને ડામવા માટે એલર્ટ રહેવા કહ્યું સાથે ભરતીય આર્મી, BSF, CRPF સહિતની કંપનીઓને એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કાશ્મીર ખીણની કમર તોડી નાખ્યા બાદ હવે આતંકવાદી સંગઠનો જમ્મુ ડિવિઝનને આતંકિત કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં રિયાસી, કઠુઆ અને ડોડામાં થયેલા હુમલા આ વાત સાબિત કરે છે. સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ આતંકવાદીઓના નાપાક ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે સતત કામ કરી રહી છે. પોતાના વિદેશ પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે NSA અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે ચર્ચા

વડાપ્રધાન મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે. સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે. આ સાથે વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે પણ વાત કરી છે. તેમની પાસેથી જમ્મુ-કાશ્મીરની સ્થિતિનો તાગ મેળવ્યો. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે વડાપ્રધાનને જાણ કરવામાં આવી છે.

  • Follow us on: