- 100 દિવસનો એજન્ડા પર કરશે ચર્ચા
- પીએમ મોદી આજે કરશે 7 બેઠક
- ચક્રવાત, હિટવેવ વગેરે મુદ્દે કરશે બેઠક
PM મોદી લોકસભાની ચૂંટણીની વ્યસ્તાઓમાંથી બહાર આવી ગયા છે. તેઓની આદ્યાત્મિક યાત્રા 1 જૂને પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે બીજા જ દિવસથી પીએમ મોદીએ પોતાના કામકાજ પર ફોકસ કરવાનું શરૂ કરી દીધુ છે. પીએમ મોદી એક બાદ એક એમ 7 તાબડતોબ બેઠકો કરશે.
બેઠકમાં આ મુદ્દા પર કરશે ચર્ચા
પીએમ નરેન્દ્ર મોદી 100 દિવસના એજન્ડા પર પણ ચર્ચા કરશે. પીએમ એક વિશેષ સત્રમાં તમામ હિતધારકો સાથે આ મુદ્દે ચર્ચા જ નહીં પરંતુ આ દિશામાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરશે. તેઓ સત્તામાં પરત ફર્યા બાદ સરકાર પોતાના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં કયા મુદ્દાઓ પર ધ્યાન આપશે તેની તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પીએમ મોદી પોતે આ અંગે વિચારમંથન કરશે. જેમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સામેલ થશે. આ સાથે હીટ વેવની સ્થિતિ અને લોકોને રાહત આપવા માટે લેવામાં આવેલા પગલાં વિશે પણ ચર્ચા કરશે.. પીએમ મોદી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.
રેમલને લઇને પણ કરશે ચર્ચા
સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકોમાં પીએમ મોદી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ ચક્રવાત રેમલને કારણે થયેલી તબાહીને લઇને શું કામગીરી કરવામાં આવી, રાહત બચાવના કાર્ય અંગે માહિતી લેશે. મહત્વનું છે કે ચક્રવાતી વાવાઝોડાએ ખાસ કરીને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વ્યાપક તબાહી મચાવી છે. આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર જેવા રાજ્યોમાં વ્યાપક પ્રમાણમાં જાન-માલનું નુકસાન થયું છે. પીએમ મોદી ચક્રવાતી તોફાનથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરશે.