• વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સાથે બેઠક યોજી

  • વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત અને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનો મંત્ર આપ્યો
  • આ વર્ષે બીજી વખત મુખ્યમંત્રી પરિષદની આ બેઠક યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સાથે આજે બેઠક યોજી. જેમાં વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓને પોતાના રાજ્યોમાં 100 ટકા જમીની સ્તર પર ઉતારો અને કેન્દ્ર સરકારની યોજનાઓમાં કોઈ ફેરફાર ના કરો.

કેન્દ્રીય યોજનાઓને પોતાના રાજ્યોમાં લાગૂ કરવાના પ્રયત્ન કરો: વડાપ્રધાન

વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર કોઈ પણ યોજના સમજી વિચારીને અને જનતા પર પડતા પ્રભાવને જોઈને તૈયાર કરે છે. જેથી તેમાં કોઈ ફેરફાર ના કરો. વડાપ્રધાને કહ્યું કેન્દ્રીય યોજનાઓને પોતાના રાજ્યોમાં લાગૂ કરવાના પ્રયત્ન કરો અને તે યોજનાઓના અમલીકરણમાં કેન્દ્રના પ્રયત્નોમાં દખલ ન કરો.

ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો મંત્ર પણ આપ્યો

મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત અને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનો મંત્ર આપ્યો. ભાજપના 13 મુખ્યપ્રધાન અને 15 નાયબ મુખ્યપ્રધાને 2 દિવસ ચાલનારી દિલ્હીના ભાજપ મુખ્યાલયની બેઠકમાં લોક કલ્યાણ, વિકસિત ભારત અને જનતા સાથે જોડાયેલી યોજનાઓને જમીન પર ઉતારવાને લઈ ચર્ચા કરી. વડાપ્રધાને તમામ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનોને વિકસિત ભારતનો લક્ષ્ય મેળવવા માટે અને ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો મંત્ર પણ આપ્યો.

ત્યારે બેઠક બાદ ભાજપ ગુડ ગવર્નન્સ સેલના કન્વીનર વિનય સહસ્રબુદ્ધેએ જણાવ્યું કે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વધુ મજબૂતીથી લોક કલ્યાણના પ્રયત્ન કરે છે તો વિકસિત ભારતનું લક્ષ્ય અમે નિશ્ચિત હાંસલ કરી શકીશું. વારસાનો વિકાસ કરવો અને વિકાસ વારસાનું નિર્માણ કરવું આ બંનેને અમારી વિકસિત ભારતની સંકલ્પનામાં વિશેષ મહત્વ છે. તેનું ધ્યાન પણ રાખવુ જોઈએ.

આ વર્ષે બીજી વખત મુખ્યમંત્રી પરિષદની આ બેઠક યોજાઈ

તમને જણાવી દઈએ કે ભાજપના સુશાસનના એજન્ડા હેઠળ આ પ્રકારની મુખ્યમંત્રી પરિષદનું આયોજન સમય-સમય પર કરવામાં આવતુ રહે છે અને આ વર્ષે બીજી વખત મુખ્યમંત્રી પરિષદની આ બેઠક થઈ છે. આ બેઠકમાં વડાપ્રધાને દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાને લઈ વિકાસ કાર્યક્રમોમાં જન-ભાગીદારી પર વધારે જોર આપવાની દ્રષ્ટિથી વધારે પ્રયત્નોની આવશ્યકતા અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લોકો સુધી સરકારી યોજનાઓને પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી.


  • Follow us on: