- મહાન સ્વતંત્રતા સેનાની જન્મ જયંતિ
- પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
- બાળ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદની જયંતિ
પીએમ મોદીએ મંગળવારે મહાન સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ભારતની આઝાદીની લડાઈમાં તેમને એક મહાન વ્યક્તિ તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. લોકમાન્ય તિલકે રાષ્ટ્રવાદની ભાવનાને પ્રજ્વલિત કરી હતી. આ માટે તેમણે અથાક મહેનત કરી હતી અને શિક્ષણ અને સેવા પર પણ ભાર મૂક્યો હતો.
PM એ ભાષણની લિંક પણ શેર કરી
પીએમ નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમના ભાષણની વીડિયો લિંક પણ શેર કરી હતી. આ કાર્યક્રમમાં તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બાળ ગંગાધર તિલકનો જન્મ 23 જુલાઈ 1856ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં થયો હતો. તેઓ લોકમાન્ય તરીકે પણ ઓળખાય છે. તિલકને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાન માટે યાદ કરવામાં આવે છે. મહાત્મા ગાંધીએ તેમને 'આધુનિક ભારતના સર્જક' કહ્યા હતા.
આઝાદને 'નીડર હીરો' કહ્યા
પીએમ મોદીએ પણ અન્ય એક પોસ્ટમાં મહાન સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદને શ્રદ્ધાંજલિ આપી. તેમણે આઝાદને એક નીડર હીરો ગણાવ્યા જે ભારતની આઝાદી માટે પ્રતિબદ્ધ હતા. પીએમ મોદીએ કહ્યું કે તેમના આદર્શો અને વિચારો આજે પણ લાખો લોકોના દિલોદિમાગમાં ગુંજતા હોય છે, ખાસ કરીને યુવાનોના મનમાં. 1906માં મધ્યપ્રદેશના ભાવરામાં જન્મેલા આઝાદે એક ક્રાંતિકારી નેટવર્ક ચલાવ્યું હતું અને તે ક્યારેય અંગ્રેજોના કબજા ન આવવાની પ્રતિજ્ઞા લીધી હતી.