• નાદુરસ્ત તબિયતના કારણે આજે તેમના તમામ કાર્યક્રમો રદ્દ
  • નીતિશ કુમારે તેમની સ્વર્ગસ્થ પત્નીની પુણ્યતિથિ પર આજે આયોજિત કાર્યક્રમ પણ સ્થગિત કરી દીધો
  • ખરાબ તબિયતના કારણે વારાણસી નહીં જાય

આજે વારાણસીથી PM નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરવાના છે. આ કાર્યક્રમમાં 18 થી વધુ કેબિનેટ મંત્રીઓ ઉપરાંત ચાર પ્રસ્તાવક ઉપસ્થિત રહેવાના હતા જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો પણ સમાવેશ થતો હતો જો કે હવે સમાચાર મળી રહ્યા છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત ખરાબ છે. નીતીશ કુમારની નાદુરસ્ત તબિયતના કારણે આજે તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. નીતિશ કુમારે તેમની સ્વર્ગસ્થ પત્નીની પુણ્યતિથિ પર આજે આયોજિત કાર્યક્રમ પણ સ્થગિત કરી દીધો છે.

આજે સુશીલ કુમાર મોદીના અંતિમ સંસ્કાર પટનામાં રાજકીય સન્માન સાથે કરવામાં આવશે

નીતીશ કુમાર PM મોદીના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં ભાગ લેવા વારાણસી જઈ રહ્યા હતા. પરંતુ હવે નીતીશ કુમાર ખરાબ તબિયતના કારણે વારાણસી નહીં જાય. જો કે, નીતિશ કુમાર બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીના પટના પહોંચતા જ તેમને અંતિમ દર્શન કરશે અને શ્રદ્ધાંજલિ આપશે.

 સુશીલ કુમાર મોદી નીતિશ કુમારના નજીકના મિત્ર ગણાય છે.

આજે સુશીલ કુમાર મોદીના અંતિમ સંસ્કાર પટનામાં રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. નીતિશ કુમારના નિર્દેશ પર સુશીલ મોદીના નશ્વર દેહને દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા પટના લાવવામાં આવશે. આ પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે સુશીલ મોદીની પત્ની સાથે વાત કરી અને તેમને સાંત્વના આપી. ખરેખર, નીતિશ કુમાર અને સુશીલ મોદીની જોડી બિહારમાં લાંબા સમયથી કામ કરી રહી છે. બિહારમાં એનડીએ સરકાર વખતે નીતિશ કુમાર સીએમ હતા અને સુશીલ મોદી ડેપ્યુટી સીએમ હતા. સુશીલ કુમાર મોદી પણ નીતિશ કુમારના નજીકના મિત્ર ગણાય છે.

સુશીલ મોદીનો નશ્વર દેહ બપોરે 12 વાગે પટના એરપોર્ટ પહોંચશે

સુશીલ મોદીનો નશ્વર દેહ બપોરે 12 વાગે પટના એરપોર્ટ પહોંચશે. આ પછી મૃતદેહને એરપોર્ટથી તેમના રાજેન્દ્ર નગર સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવશે. આ પછી તેમના નશ્વર દેહને તેમના નિવાસ સ્થાનેથી ભાજપ કાર્યાલય લાવવામાં આવશે. ત્યારબાદ ભાજપના નિવાસસ્થાનેથી વિધાનસભા અને વિધાન પરિષદ લઇ જવામાં આવશે. આ પછી, સાંજે લગભગ 5.30 વાગ્યે આદિઘા ઘાટ પર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય અગ્રણી હસ્તીઓ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

  • Follow us on: