- ચીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં PoKનો એક ઈંચ પણ નહીં લઈ શકે
- લોકસભા ચૂંટણી પહેલાં રક્ષામંત્રી રાજનાથસિંહની ચીન-પાકિસ્તાનને ચેતવણી
- PoK આપણું હતું અને રહેશે, પાકિસ્તાને આતંકવાદનો માર સહન કરવો પડશે
દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે આ સ્થિતિમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશો ચીન-પાકિસ્તાનને લઈને નિવેદન આપતાં કહ્યું કે, ભારત પર ખરાબ નજર રાખનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે. રાજનાથ સિંહે ચીનને કડક સંદેશ આપતાં તેમણે કહ્યું કે, PM મોદી જ્યારે સત્તામાં છે ત્યારે તે દેશની એક ઇંચ પણ જમીન પર કબજો કરી શકશે નહીં. વધુમાં, પાકિસ્તાન પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદનો માર સહન કરવો પડશે.
PoK આપણું હતું, આપણું છે અને આપણું રહેશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, મિત્રો જીવનમાં બદલી શકાય છે પણ આપણાં પડોશીઓને નથી બદલી શકાતાં. PoK આપણું હતું, આપણું છે અને આપણું જ રહેશે પણ જો પાકિસ્તાનને લાગે છે કે, તે આતંકવાદને નિયંત્રિત કરવામાં અસમર્થ છે, તો તેને ભારત સહયોગ કરવા માટે તૈયાર છે. પાકિસ્તાના આતંકવાદને બંધ કરે તો ભારત તેને સહકાર આપવા તૈયાર છે. પાકિસ્તાને આતંકવાદનો માર સહન કરવો પડશે.
દેશ સુરક્ષિત હાથમાં છે, દેશના લોકએ ચિંતા કરવાનાી જરુર નથી
રાજનાથ સિંહે બુધવારે 10 એપ્રિલે સંભલમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, આ સમયે દેશ સુરક્ષિત હાથમાં છે અને દેશના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે જ રાજનાથ સિંહ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારથી ભાજપે કલમ 370 નાબૂદ કરવાનું કામ કર્યું છે, ત્યારથી ત્યાં ન તો અલગતાવાદ છે કે, ન તો પથ્થરમારો થઈ રહ્યો છે.આજે કાશ્મીરમાં શાંતિ છે. એવું પણ શક્ય છે કે, PoKના લોકો પણ અમને કાશ્મીરનો હિસ્સો બનાવવા આગળ આવશે.
આ પહેલાં અરુણાચલ પ્રદેશમાં પણ ચીનને ટાંકીને કહ્યું હતું
અરુણાચલ પ્રદેશના નામસાઇમાં રાજનાથસિંહે સંબોધન કરતા જણાવ્યું કે ચીને પોતાની વેબસાઈટ પર અરુણાચલ પ્રદેશના ત્રણ સ્થળોના નામ બદલ્યા છે. હું મારા પાડોશીને કહેવા માંગુ છું કે નામ બદલવાથી કંઈ થવાનું નથી. જો આવતીકાલે આપણે ચીનના અમુક પ્રાંતો અને અમુક રાજ્યોના નામ બદલીશું તો શું એ વિસ્તારો ભારતનો હિસ્સો બની જશે?... આપણે આપણા પાડોશીઓ સાથે સારા સંબંધો રાખવા માંગીએ છીએ પણ જો કોઈ ભારતના માન, સન્માન અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડશે તો તેને જડબાતોડ જવાબ આપવાની શક્તિ ધરાવે છે.
અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ
મહત્વનું છે કે ચીન દ્વારા વર્ષ 2017માં અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના બદલાયેલા નામોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. બીજી યાદી વર્ષ 2021માં આવી હતી જેમાં 15 જગ્યાઓના નામ બદલવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 2023માં 11 સ્થળોના નામોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી. જો કે રાજનાથ સિંહના આ નિવેદન બાદ સ્પષ્ટ છે કે ભારત ચીન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કે વાતચીત માટે તૈયાર નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે. કોઈનું નામ બદલવાથી તેને ભારતથી અલગ ન કરી શકાય.