લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તો બીજી બાજુ રક્ષામંત્રી રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશમાં જાહેર સભાને સંબોધન કરતાં ચીનને આકરા શબ્દોમાં ખરીખોરી સંભળાવી દીધી હતી, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને લઈને મોટો દાવો કર્યો છે....ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર...
કોંગ્રેસ ભાજપ જોડે નહી પણ એકબીજા જોડે લડી રહી છે,MPમાં બોલ્યા PMમોદી
પીએમ મોદી લોકસભાની ચૂંટણીને લઇને પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. એક બાદ એક રાજ્યમાં ચૂંટણી સભા ગજવી રહ્યા છે. ત્યારે પીલીભીત બાદ પીએમ મોદી મધ્યપ્રદેશ પહોંચ્યા છે. મધ્યપ્રદેશના બાલાઘાટમાં પીએમ મોદી ચૂંટણી સભા સંબોધી રહ્યા છે.
‘ભારતના સન્માનને ઠેસ પહોંચાડી...તો..’ રક્ષામંત્રીની ચીનને સીધા મોઢાની વાત
લોકસભાની ચૂંટણીને લઇને રાજનાથસિંહ આજે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે નામસાઇમાં જાહેર સભા સંબોધી હતી. જે દરમિયાન અરુણાચલ પ્રદેશના 3 સ્થળોના નામ બદલવા પર રાજનાથ સિંહે ચીનને બરાબરનું સંભળાવ્યું હતું.
અમિત શાહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને લઈને કર્યો મોટો દાવો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને લઈને મોટો દાવો કર્યો છે. મંગળવારે 9 એપ્રિલ, 2024 ઉત્તર પૂર્વના લખીમપુરમાં એક જાહેર સભા દરમિયાન, તેમણે કહ્યું - જ્યારે ચીને હુમલો કર્યો ત્યારે લડવાને બદલે જવાહરલાલ નેહરુએ તેમના હવાઈ ઉપદેશમાં આસામને બાય-બાય કહ્યું હતું. તેણે આસામ છોડી દીધું હતું. આજે આસામના લોકો આ વાત ભૂલી શકતા નથી.
‘આમ આદમી પાર્ટીનો ઘમંડ તૂટ્યો’ અરવિંદ કેજરીવાલ પર BJP લાલઘૂમ
અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે.કોર્ટનું કહેવુ છે કે કેજરીવાલની ધરપકડ યોગ્ય છે. આ મામલે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી.
Lok Sabha Election:રાજકોટવાસીઓના મિજાજમાં રાજકીય પક્ષની સરળ વાત
ભારતમાં લોકસભાની ચૂંટણી માટે ગણતરીના દિવસો બાકી છે. તેમાં હવે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ થઇ ગઇ છે. કેટલાક ઉમેદવાર બાકી છે. જેમાં સૌરાષ્ટ્રની સૌથી મહત્વની મનાતી એવી રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકની ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેમાં હાલ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિઓ પર કરેલ ટિપ્પણીનો મામલો સમગ્ર ગુજરાતમાં ગાજી રહ્યો છે. જેમાં હવે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી ઉમેદવાર જાહેર થઇ શકે છે.
સુરતના VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો
સુરતમાં એક મેઈલના કારણે પોલીસ દોડતી થઈ છે. જેમાં સુરતના જાણીતા એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ મેઈલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, "મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે, બચાવવા હોય તેટલા બચાવી લો." જે પછી પોલીસની ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી છે.
અમદાવાદમાં ગરમથી રાહત માટે ટ્રાફિક સિગ્નલ પર સ્પ્રિંક્લર લગાવાયા
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે AMC દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સ્પ્રિંકલરની મદદથી જાહેર રસ્તા પર સિગ્નલ નજીક પાણીનો છંટકાવ કરવામાં આવશે. જેમાં પ્રાયોગિક ધોરણે કાંકરિયા પુષ્પકુંજ ચાર રસ્તે સ્પ્રિંકલર મુકવામાં આવ્યા છે.
રાજ્યના વાતાવરણમાં આવશે પલ્ટો, હવામાન વિભાગે કરી 3 દિવસ વરસાદની આગાહી
વાતાવરણને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની અગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. તથા 13થી 15 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં વલસાડ, નવસારી, સુરત , ગીર સોમનાથમાં વરસાદ આવશે.
તાઇવાન, અમેરિકા બાદ હવે ઈન્ડોનેશિયામાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ
ઈન્ડોનેશિયાના પૂર્વી વિસ્તારોમાં 6.6ની તીવ્રતા વાળા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ જાણકારી મંગળવારે 9 એપ્રિલના રોજ યુનાઈટેડ સ્ટેટ જિયોલોજીકલ સર્વે તરફથી આપવામાં આવી છે. આ દરમિયાન મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડોનેશિયાના પૂર્વીય પ્રાંત પાપુઆમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
Global Warming: છેલ્લા 10 મહિનામાં ગરમીએ બનાવ્યા નવા રેકોર્ડ, માર્ચ સૌથી ગરમ
દુનિયાભરમાં પહેલેથી જ અનિયમિત જળવાયુ ઘટનાઓ જોવા મળી રહી છે. જેમ જેમ ગ્લોબલ વોર્મિંગમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ અનિયમિત જળવાયુ પરિવર્તનની ઘટનાઓ વધી રહી છે. જેમ જેમ ગ્લોબલ વોર્મિંગની અસરો વધી રહી છે તેમ તેમ ગરમીના ઐતિહાસિક રેકોર્ડ તોડવાના જોખમો વધી રહ્યા છે. વાસ્તવમાં, યુરોપિયન સંઘની જળવાયુ પરિવર્તન સર્વેલન્સ સર્વિસનો દાવો છે કે છેલ્લા 10 મહિનામાં ગરમીએ વૈશ્વિક સ્તરે નવા રેકોર્ડ બનાવ્યા છે.










