• એરપોર્ટ છત ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત, 6 ઘાયલ 
  • પોલીસે IPCની કલમ 304A/337 હેઠળ કેસ નોંધ્યો 
  • દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પરથી ફ્લાઈટ રદ્દ

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 પરથી ફ્લાઈટનું સંચાલન આદેશ ન મળે ત્યા સુધી બંધ કરવા નિર્ણય લીધો છે. અહીં શુક્રવારે સવારે છતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 ઘાયલ થયા હતા. હવે આ દુર્ઘટના મામલે પોલીસે IPCની કલમ 304A/337 હેઠળ કેસ નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1ની છતનો એક ભાગ શુક્રવારની વહેલી સવારે ધરાશાયી થયા બાદ, અહીંથી ફ્લાઈટ ઑપરેશન આગામી સૂચના સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે 5 વાગ્યાની આસપાસ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના 'ટર્મિનલ-1'ની છતનો એક ભાગ વાહનો પર પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને છ અન્ય ઘાયલ થયા હતા.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે કહ્યું કે ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છતનો એક ભાગ પડી ગયો છે.  દુર્ઘટના મામલે પોલીસે IPCની કલમ 304A/337 હેઠળ કેસ નોંધ્યો છે.

  • Follow us on: