- દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટ્યુ
- દિલ્હીમાં વરસાદ બાદ ઘટ્યુ પ્રદૂષણ
- પહાડોમાં હિમવર્ષા થતા દિલ્હીમાં વધશે ઠંડી
દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વરસાદ બાદ થોડુ ઘટ્યુ છે. તો બીજી તરફ પહાડોમાં હિમવર્ષા થતા ઉત્તરભારતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે દિલ્હીમાં હવામાન હાલ કેવુ છે અને આગામી સમયમાં ઠંડી વધશે કે ઘટશે ?
દિલ્હીમાં AQI ઘટ્યો
દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ છે. પરંતુ હવે વરસાદ બાદ પ્રદૂષણમાંથી થોડી રાહત મળી છે. જો કે હજી પણ AQIમાં ઘણા સુધારાની જરૂર છે. ત્યારે આજે રાજધાનીમાં AQI મધ્યમ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો.એવું કહી શકાય કે દિલ્હીની હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે. મળતી માહિતી અનુસાર દિલ્હીની એકંદરે હવાની ગુણવત્તા આજે 'મધ્યમ' શ્રેણીમાં નોંધાઈ હતી. આવતીકાલે એટલે કે 20મી ઓક્ટોબર માટે પણ ‘મધ્યમ’ ગુણવત્તાયુક્ત હવાની આગાહી કરવામાં આવી છે.દિલ્હીના અક્ષરધામ વિસ્તારમાં આછું ધુમ્મસ જોવા મળ્યું હતું. જ્યારે લોધી રોડ વિસ્તારમાં AQI 116 નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર સતત તૈયારીઓ કરી રહી છે.
આ સ્થળોએ AQI કેટલો ?
પુણેમાં બુધવારની સરખામણીએ ગુરુવારે AQI માં 150 નો ઘટાડો નોંધાયો હતો, જે 170 હતો. ચેન્નાઈ અને અમદાવાદમાં ઉછાળો નોંધાયો હતો. CPCBના ડેટા અનુસાર, બુધવારે ચેન્નાઈનો AQI 109 હતો, જે ગુરુવારે વધીને 118 થયો હતો, જ્યારે અમદાવાદનો AQI બુધવારે 106 નોંધાયો હતો, જે ગુરુવારે વધીને 132 થયો હતો.
તાપમાન ઘટશે
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ દસ્તક આપી છે. પહાડો પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેની અસર ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. દિવસના તાપમાનમાં નજીવો વધારો થયો હોવા છતાં સવારે અને સાંજે ઠંડી યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની અપેક્ષા છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં શીત લહેર વધશે અને તાપમાનમાં ઘટાડો થવાની આશંકા છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી ઘટી શકે છે.
શું છે AQI ?
એર ક્વોલિટી ઇન્ડેક્સ એ એક નંબર છે જેના દ્વારા હવાની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. આ સાથે ભવિષ્યમાં પ્રદૂષણનું સ્તર પણ નક્કી કરવામાં આવે છે.